કોલકાતાઃ પશ્ચિમ બંગાળની એક કોર્ટે બુધવારે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને 15 જાન્યુઆરી સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. અદાલતે શમીને તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ચેક બાઉન્સના મામલે ઉપરોક્ત આદેશ આપ્યો છે. જો શમી આ મર્યાદા સુધીમાં હાજર નહીં થાય તો તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવી શખે છે. શમીની પત્ની હસીન જહાંએ તેના પર ‘ધ નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ’ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. જે અંતર્ગત હસીનનો આરોપ છે કે શમીએ તેને માસિક ખર્ચ માટે આપેલા ચેકની ચુકવણી સ્થગિત કરાવી દીધી હતી. શમીની પત્નીએ તેના પર લગ્નેત્તર સંબંધ રાખવાનો, ઘરેલુ હિંસાનો પણ આરોપ લગાવ્યો છે.
2/4
રેહમાનના કહેવા મુજબ, શમીએ પત્નીને ભરણપોષણ ખર્ચ ન આપવાના કેસમાં પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. શમી અને તેની પત્ની વિવાદ બાદ અલગ રહે છે. આ સ્થિતિમાં શમીએ પોતાની પત્નીને ખર્ચ માટે એક નક્કી કરેલી રકમ આપવાની હોય છે.
3/4
વકીલે કહ્યું કે, હસીને આ પહેલા ઘરેલુ હિંસા કેસ અંતર્ગત ખર્ચ માંગ્યો હતો પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. હવે તેણે સીઆરપીસી 125 અંતર્ગત વધુ એક અપીલ દાખલ કરી છે.
4/4
શમીના વકીલ એસકે સલીમ રેહમાને જણાવ્યું કે, શમીને કોલકાતની મુખ્ય દંડાધિકારીની અદાલતમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે શમીએ ખુદ હાજર રહેવું પડશે અથવા તેના વકીલ શમી તરફથી ઉપસ્થિત રહી શકે છે. શમીએ તેના વતીથી વકીલને મોકલવાનો ફેંસલો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, શમીએ 15 જાન્યુઆરીએ થનારી આગામી સુનાવણીમાં હાજર રહેવું પડશે. જો તે હાજર નહીં રહે તો તેની સામે વોરંટ પણ જાહેર થઈ શકે છે. અમે અદાલતના આદેશને પડકારીશું અને તેને બદલવાની માંગ કરીશું.