Ashes : ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાંચમી રોમાંચક ટેસ્ટમાં હરાવીને સીરીઝ પર 4-0થી કર્યો કબજો
પોતાની ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 155 રનો પર સમેટાયા બાદ, ઇંગ્લેન્ડે હોબાર્ટ એશીઝ ટેસ્ટના ત્રીજા દિવસે 271 રનોના લક્ષ્યનો પીછો કરતા મજબૂત શરૂઆત કરી હતી
Ashes Day-Night Test: ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર એશીઝ પર કબજો જમાવ્યો છે. કાંગારુ ટીમે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડને 4-0થી હરાવીને 35મી વાર એશીઝ પર કબજો જમાવ્યો છે. 271 રનોનો પીછો કરતા યજમાન ટીમે ઇંગ્લેન્ડને 124 રન પર આઉટ કરી દીધી.
પોતાની ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 155 રનો પર સમેટાયા બાદ, ઇંગ્લેન્ડે હોબાર્ટ એશીઝ ટેસ્ટના ત્રીજા દિવસે 271 રનોના લક્ષ્યનો પીછો કરતા મજબૂત શરૂઆત કરી હતી. કેમેરુન ગ્રીને ઓસ્ટ્રેલિયાને મેચમાં વાપસી કરાવવામાં મદદ કરી. તેને બીજી ઇનિંગની શરૂઆતમાં ત્રણ વિકેટો ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યુ. ઇંગ્લેન્ડનો નીચલો ક્રમ પત્તાની માફક પડી ગયો. ટીમે 23 રનની અંદર પાંચ વિકેટો ગુમાવી દીધી હતી.
પેટ કમિન્સ, સ્કૉટ બોલેન્ડ અને કેમરુન ગ્રીનની ત્રણ ત્રણ વિકેટોના સહારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાંચમી અને અંતિમ એશીઝ ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે 146 રનમાં રગદોળી નાંખ્યું અને સીરીઝ 4-0થી પોતાના નામે કરી લીધી. ખાસ વાત છે કે, ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માત્ર એક વિકેટથી જ ન હતુ જીતી શક્યુ.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે