દુબઈ: એશિયા કપની પ્રથમ મેચમાં મુશ્ફિકુર રહીમે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશે શ્રીલંકાને 137 રનથી હરાવી દીધું હતું. રહીમના સર્વાધિક 144 રનની મદદથી બાંગ્લાદેશે શ્રીલંકાને જીતવા માટે 262 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહેલા શ્રીલંકાના લસિથ મલિંગાએ 23 રનમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
2/5
3/5
બાંગ્લાદેશના 262 રનોના લક્ષ્યાંક સામે શ્રીલંકા 35.2 ઓવરમાં 124 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી આઠમાં નંબરે બેટિંગ કરવા ઉતરેલા દિલરુવાન પરેરાએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. જ્યારે સલામી બેટ્સમેન ઉપુલ થરંગાએ 27 રન નોંધાવ્યા હતા.
4/5
રહીમે આ દરમિયાન કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ નોંધાવ્યો હતો. રિટાયર્ડ હર્ટ થયેલો તમિમ ઈકબાલ 9મી વિકેટ પડ્યા પછી રમવા આવ્યો હતો અને તેણે માત્ર એક હાથે જ બેટિંગ કરી હતી અને 10મી વિકેટ માટે રહીમ સાથે 32 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.
5/5
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત નબળી રહી હતી. એક વર્ષ બાદ ટીમમાં પાછા ફરેલા મલિંગાએ પ્રથમ જ ઓવરમાં બાંગ્લાદેશને બે ફટકા આપ્યા હતા. જે બાદ તમિમ ઈકબાલ પણ રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પછી રહીમ(144 રન) અને મિથુન (63 રન)એ 132 રનની પાર્ટનરશિપ કરી હતી. આ પછી કોઈ બેટ્સમેન મોટી ભાગીદારી કરી શક્યા નહોતા.