શોધખોળ કરો
એશિયા કપઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટાઈ, શેહઝાદ મેન ઓફ ધ મેચ
1/7

દુબઈઃ ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની સુપર-4ની મેચ ટાઇ થઈ હતી. અફઘાનિસ્તાને ભારતને જીતવા 253 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ભારતની ટીમ 49.5 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થઈ ગતી. લોકેશ રાહુલ સૌથી વધુ 60, રાયડુએ 57, કાર્તિકે 44 અને જાડેજાએ 25 રન કર્યા હતા. ધોનીના સુકાની પદ હેઠળ પાંચમી અને ભારતની ઓવર ઓલ આઠમી મેચ ટાઇ રહી. મેચનું પરીણામ ટુર્નામેન્ટમાં કોઇ મહત્વ ધરાવતું ન હતું. ભારત પહેલા જ ફાઇનલમાં પહોચી ગયું છે. જ્યારે અફઘાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયું છે. અફઘાનિસ્તાન તરફથી 124 રન બનાવનારા શેહઝાદને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
2/7

એશિયા કપમાં અફઘાનિસ્તાને ભારત સામે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરના અંતે 8 વિકેટના નુકસાન પર 252 રન બનાવ્યા હતા. અફઘાન બેટ્સમેન શેહઝાદે 117 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ 56 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી 64 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 46 રનમાં 3 અને કુલદીપ યાદવે 38 રનમાં 2 વિકેટ લીધી હતી. અહમદ-ચહર-જાદવને 1-1 સફળતા મળી હતી.
Published at : 25 Sep 2018 04:38 PM (IST)
View More





















