Asian Games 2023 Day 4 Live: શૂટિંગમાં ભારતને વધુ એક મેડલ, અનંતજીત સિંહે સિલ્વર જીત્યો
Asian Games 2023 Day 4 Live: એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતીય ટીમે ઘોડેસવારીમાં 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
LIVE
Background
Asian Games 2023 Day 4 Live: ઘોડેસવારી ક્ષેત્રે 41 વર્ષ બાદ ઈતિહાસ રચીને ભારતીય ટીમ એશિયન ગેમ્સના ચોથા દિવસે પોતાના અભિયાનને આગળ ધપાવશે. ભારત અત્યાર સુધી ત્રણ ગોલ્ડ સાથે મેડલ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ચોથા દિવસે ભારત ટોપ 5માં પ્રવેશવાનો પ્રયાસ કરશે. બુધવારે એશિયન ગેમ્સમાં ભારતની સૌથી મોટી આશા શૂટિંગ ટીમ સાથે રહેવાની છે. બુધવારે શૂટિંગમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો મેદાનમાં ઉતરશે.
ભારતના સ્ટાર્સ મનુ ભાકર અને ઈશા સિંહ બુધવારે તેમની પ્રતિભા દેખાડશે. આ બંને પાસેથી એશિયન ગેમ્સમાં મેડલ જીતે તેવી અપેક્ષા છે. ભારતીય મહિલા શૂટિંગ ટીમ 25 મીટર એર પિસ્તોલ અને 50 મીટર ઈવેન્ટ્સમાં મેડલ કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ફૂટબોલમાં પણ ભારતીય ટીમ બુધવારે સુનીલ છેત્રીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ભારતને સાઉદી અરેબિયાના પડકારનો સામનો કરવો પડશે. જો કે આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે શરૂ થવા જઈ રહી છે. એશિયન ગેમ્સમાં ભારતની શરૂઆત ડ્રો સાથે થઈ હતી. છેલ્લી મેચમાં ભારતનો મુકાબલો મ્યાનમાર સાથે હતો. આ મેચ 1-1થી ડ્રો રહી હતી. હવે રાઉન્ડ 16માં ભારતનો મુકાબલો સાઉદી અરેબિયા સામે થવાનો છે.
બુધવારે ભારતની મહિલા હૉકી ટીમ પણ મેદાનમાં જોવા મળશે. ભારતની સ્પર્ધા સિંગાપોર સાથે છે. પુરુષ ટીમે મંગળવારે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. ભારતીય ચાહકો સવિતા પુનિયાની આગેવાની હેઠળની ટીમ પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. હોકી ટીમની મેચ સવારે 10.15 કલાકે શરૂ થશે.
અગાઉ એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 1982માં ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, ભારતની મિશ્ર ટીમે ઈતિહાસ રચ્યો હતો. દિવ્યકૃતિ સિંહ, હૃદય છેડા, સુદીપ્તિ હજેલા અને અનુષ અગ્રવાલે મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નેહા ઠાકુર અને ઇબાદ અલીએ મંગળવારે સેલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેહા ઠાકુરે સિલ્વર મેડલ જીતીને આ સ્પર્ધામાં ભારતને પહેલો મેડલ અપાવ્યો. ઇબાદ અલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હોકીમાં ભારતનું શાનદાર પ્રદર્શન મંગળવારે પણ ચાલુ રહ્યું. ભારતે સિંગાપોરને 1-16થી હરાવ્યું. ગ્રુપ સ્ટેજમાં ભારતની આ સતત બીજી જીત છે. આટલું જ નહીં, ભારતે અદ્ભુત પ્રદર્શન કર્યું છે અને બે મેચમાં 32 ગોલ કર્યા છે.
ટેનિસમાં પણ ભારતને ત્રણ ઈવેન્ટમાં સફળતા મળી છે. સિંગલ્સ ઈવેન્ટના રાઉન્ડ ઓફ 16 મેચમાં હોંગકોંગની ખેલાડીને ભારતની અંકિતા રૈનાએ આસાનીથી હાર આપી હતી. જોકે સુમિત નાગલને મેન્સ સિંગલ્સમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સુમિત નાગલ રાઉન્ડ ઓફ 16માં કઝાકિસ્તાનના ખેલાડીને હરાવવામાં સફળ રહ્યો હતો. યુકી અને અંકિતાની જોડીએ મિક્સ ડબલ્સમાં પાકિસ્તાની જોડીને હરાવીને આગળના રાઉન્ડમાં પહોંચી છે. સ્ક્વોશમાં ભારતને સફળતા મળી. મેન્સ ટીમે કતારને 3-0થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમ સ્ક્વોશના આગામી રાઉન્ડમાં પહોંચી છે. ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું.
ટેબલ ટેનિસ, મિક્સ ડબલ્સ અપડેટ
#TableTennis 🏓 : Mixed Doubles Update☑️ at #AsianGames2022
— SAI Media (@Media_SAI) September 27, 2023
The duo of #TOPSchemeAthlete @sathiyantt & @manikabatra_TT advances to Round of 16, defeating 🇹🇭's Sweating & Thikom N
Well done guys & best wishes for the next round 🥳💪🏻#Cheer4India#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/bFgocpZ87Y
ટેબલ ટેનિસમાં મનિકા-સાથિયાની જીત
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ટેબલ ટેનિસ ખેલાડીઓ મનિકા બત્રા અને સાથિયાને મિક્સ ડબલ્સના રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે. આ ભારતીય જોડીએ થાઈ ટેબલ ટેનિસ જોડીને હરાવી છે.
ભારતીય ઘોડેસવારો ફાઇનલમાં પહોંચ્યા
ભારતીય ઘોડેસવાર હૃદય છેડા અને અંશુ અગ્રવાલે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંનેએ વ્યક્તિગત ઈવેન્ટ્સમાં અદ્દભૂત પ્રદર્શન કર્યું છે. ભારતની ઘોડેસવારી ટીમે મંગળવારે ગૉલ્ડ મેડલ જીત્યો હતો.
અંકિતાને ટેનિસમાં મળી હાર
ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણીને હારુકા કાજીએ 6-3, 4-6, 4-6થી હાર આપી હતી. આ પહેલા સુમિત નાગલને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ટેનિસ સિંગલ્સ મેચોમાં ભારતને એક પણ મેડલ મળ્યો નથી.
ભારતનો બેકહામ ટ્રેક સાયકલિંગ ક્વૉલિફાયરમાં પહોંચ્યો
ભારતનો ડેવિડ બેકહામ ટ્રેક સાયકલિંગ માટે ક્વૉલિફાયરમાં પહોંચી ગયો છે. ક્વૉલિફાયર ગુરુવારે યોજાશે. જ્યારે ભારતનો રોનાલ્ડો સિંહ 1/16 રેપેચેજ રાઉન્ડમાંથી બહાર થઈ ગયો છે.