શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ક્રિકેટરને દિવાલમાં મુક્કો મારવો પડ્યો ભારે, જાણો શું થયું
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહેલા માર્શે તસ્માનિયા સામે આઉટ થયા બાદ ગુસ્સો વ્યક્ત કરતાં દિવાલ પર મુક્કો માર્યો હતો, જેના કારણે તેના હાથમાં પણ ઈજા થઈ હતી. સ્કેનમાં ખબર પડી કે તેના જમણા હાથમાં ઈજા છે અને તે ચારથી છ સપ્તાહ સુધી મેદાનથી દૂર રહેશે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિશેસ માર્શે ઘરેલુ શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં દિવાલ પર મુક્કો મારવા મુદ્દે માફી માંગી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહેલા માર્શે તસ્માનિયા સામે આઉટ થયા બાદ ગુસ્સો વ્યક્ત કરતાં દિવાલ પર મુક્કો માર્યો હતો, જેના કારણે તેના હાથમાં પણ ઈજા થઈ હતી.
સ્કેનમાં ખબર પડી કે તેના જમણા હાથમાં ઈજા છે અને તે ચારથી છ સપ્તાહ સુધી મેદાનથી દૂર રહેશે. જેના કારણે શિયાળાની શરૂઆતમાં યોજાનારી ટેસ્ટ મેચમાં નહીં રમી શકે અને તે ટેસ્ટ ટીમમાં સરળતાથી વાપસી કરશે કે નહીં તે પણ નક્કી નથી.
માર્શે એક ક્રિકેટ વેબસાઇટને જણાવ્યું કે, આ નિશ્ચિત રીતે પ્રથમ વખત જ થયું છે. બીજીવાર નહીં થાય તેની હું ખાતરી આપું છું. મારા માટે આ સારી શીખ છે. અન્ય ખેલાડીઓને પણ આમાંથી શીખ મળશે તેવી આશા છે. આખરે આ ક્રિકેટ છે, જેમાં અનેક વખત તમે હારી જાવ છો, ઘણી વખત આઉટ થાવ છો પરંતુ તમે દિવાલમાં પંચ નથી મારતા.
માર્શે જ્યારે દિવાલમાં મુક્કો માર્યો હતો ત્યારે ગ્લબ્સ પહેર્યા હતા. તેણે તેની ટીમ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની માફી માંગી છે. તેણે ટીમને કહ્યું, હું ખૂબ નિરાશ છું. ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ કહ્યું, રાહુલ ગાંધી આજ-કાલ પાકિસ્તાનના પોસ્ટર બોય બની ગયા છે બાથરૂમનો નળ રિપેર કરવા પ્લંબરને બોલાવ્યો ઘરે, પછી મહિલા સાથે કર્યું......... રાજ્ય સરકારે ST કર્મચારીઓને આપી દિવાળી ભેટ, પગારમાં કર્યો તોતિંગ વધારો, જાણો વિગતMitch Marsh has discovered his fate after punching a wall in frustration on Sunday - and the news isn't good: https://t.co/06PutohYTS pic.twitter.com/a6rkUdC0sr
— cricket.com.au (@cricketcomau) October 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement