શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઊંઘી રહેલી મહિલા પર આ ક્રિકેટરે કર્યો બળાત્કાર, મળી 5 વર્ષની સજા
ઓસ્ટ્રેલિયામાં જન્મેલ ક્રિકેટર એલેક્સ હેપબર્નને મંગળવારે એક મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
લંડનઃ ઓસ્ટ્રેલિયામાં જન્મેલ ક્રિકેટર એલેક્સ હેપબર્નને મંગળવારે એક મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વોર્સેસ્ટશાયરના પૂર્વ ખેલાડી હેપબર્ને 2017માં બળાત્કાર કર્યાનો આરોપ લાગ્યો હતો. અહેવાલ અુસાર હેપબર્ન પોતાના મિત્રોની સાથે એક વ્હોટ્સએપ ગેમમાં વઘારે સ્કોર કરવાના પ્રયત્નમાં આ કૃત્ય કર્યું.
કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ખુલાસો થયો હતો કે રેપ વોટ્સએપ ગ્રૂપમાં ચાલી રહેલા એક સેક્સુઅલ ગેમના કારણે કર્યો હતો. આ ગેમ પ્રમાણે હેપબર્ને 1 એપ્રિલ 2017ના રોજ વધારેમાં વધારે મહિલાઓ સાથે સંબંધ બનાવવાના હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પીડિતાએ જ્યુરીને જણાવ્યું હતું કે તેને ખબર ન હતી કે તે 23 વર્ષના હેપબર્ન સાથે છે. તેને લાગ્યું કે તે ક્લાર્ક સાથે ઊંઘી રહી છે. હેપબર્નના વાળને અડક્યા પછી ખબર પડી કે તે ક્લાર્ક સાથે નથી. આ સમયે મહિલાએ કહ્યું હતું કે તે ક્યાં છે? પીડિતાના મતે આ સવાલ પર તે તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યો હતો અને શારીરિક સંબંધ બનાવવા માટે મનાવવા લાગ્યો હતો. પણ તેણે ના પાડી દીધી હતી. જોકે આમ છતા તેણે જબરજસ્તી સંબંધો બનાવ્યા હતા.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જન્મેલો ઓલરાઉન્ડર હેપબર્ન પોતાની ક્રિકેટ કારકિર્દી બનાવવા માટે 2013માં ઇંગ્લેન્ડ આવ્યો હતો પણ આ ઘટના પછી તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુંકઈ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion