શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરે ભારતીય ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, જાણો કોણ છે
વિનીએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરીને લખ્યું, ગત સપ્તાહે મને ખૂબ પ્રેમ કરતાં વ્યક્તિએ પૂછ્યું લગ્ન કરીશ ? જે બાદ વિનીએ ખુશી અને રિંગની ઈમોજી બતાવી હેશટેગ સાથે યસ લખ્યું છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે તેની ભારતીય ગર્લફ્રેન્ડ વિની રામન સાથે સગાઈ કરી છે. મેકસવેલ અને તેની મંગેતર વિનીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમના ફેન્સ અને સંબંધિઓને આ અંગે માહિતગાર કર્યા છે. મેક્સવેલ અને વિની ઘણા દિવસોથી એકબીજાને ડેટ કરતા હતા પરંતુ હવે તેમણે લગ્નના બંધનમાં બંધાવાનો ફેંસલો કર્યો છે.
મેક્સવેલે તસવીર સાથે રિંગવાળી ઈમોજી પોસ્ટ કરી
મેક્સવેલે વિની સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં વિની સગાઈની વીંટિ બતાવતી હોય તેવો પોઝ આપ્યો છે. મેક્સવેલે આ તસવીરની સાથે રિંગવાળી ઈમોજી પણ પોસ્ટ કરી છે.
કોણ છે વિની રમન વિનીએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરીને લખ્યું, ગત સપ્તાહે મને ખૂબ પ્રેમ કરતાં વ્યક્તિએ પૂછ્યું લગ્ન કરીશ ? જે બાદ વિનીએ ખુશી અને રિંગની ઈમોજી બતાવી હેશટેગ સાથે યસ લખ્યું છે. વિની ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે અને વ્યવસાય ફાર્માસિસ્ટ છે. વિની રમને જ મેક્સવેલના માનસિક સ્વાસ્થ્યની ઓળખ કરી હતી. તે માનિસક અને શારીરિક રીતે થાકી ચુક્યો હતો. જે બાદ ગત વર્ષે તેમણે માનસિક સ્વાસ્થ્યના કારણે ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. મેક્સવેલની IPL ફ્રેન્ચાઈઝી થઈ નારાજ ? IPL 2020માં કિંગ્સ ઇલેવન પંજાબે મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. મેક્સવેલની આઈપીએલ પંજાબે આ શાનદાર વાતનો ખુલાસો મોડેથી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. પંજાબે આ તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું, એક સપ્તાઇ થઈ ચુક્યું છે અને આ અંગે હવે અમે સાંભળી રહ્યા છે. આ સાથે પંજાબે નિરાશાવાળી ઈમોજી પણ પોસ્ટ કરી છે.View this post on Instagram
ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર છે મેક્સવેલ 31 વર્ષીય ગ્લેન મેક્સવેલ હાલ કોણીની ઈજાના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસે ગયો નથી. તેની કોણી પર ઓર્થોસ્કોપિક સર્જરી કરવામાં આવશે. આ કારણે તે ટીમ સાથે સાઉથ આફ્રિક પ્રવાસે ગયો નથી અને મેડિકલ લીવ દરમિયાન સગાઈ કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જાણાવ્યા મુજબ, ઈજાના કારણે મેક્સવેલ આશરે 6 થી 8 મહિના રમતથી દૂર રહેશે. ઈન્ડિયન ગર્લ સાથે લગ્ન કરનારો બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બનશે વિની સાથે લગ્નના બંધનમાં બંધાવાની સાથે જ મેક્સવેલ ભારતીય યુવતી સાથે લગ્ન કરનારો બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બની જશે. શૉન ટેટ પણ ભારતીય યુવતી સાથે લગ્ન કરી ચુક્યો છે. મેક્સવેલની આંતરરાષ્ટ્રીય કરિયર મેક્સવેલ ઓસ્ટ્રેલિયા તરફથી 7 ટેસ્ટમાં એક સદીની મદદથી 339 રન બનાવી ચુક્યો છે. જ્યારે 110 વન ડેમાં 1 સદી અને 19 અડધી સદીની મદદથી 2877 રન બનાવી ચુક્યો છે. ટી-20 ક્રિકેટમાં 61 મેટમાં 160ના સ્ટ્રાઇક રેટથી 1576 રન બનાવ્યા છે. ટી-20 ક્રિકેટમાં તે ત્રણ સદી અને 7 અડધી સદી લગાવી ચુક્યો છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર નોટઆઉટ 154 રન છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)View this post on InstagramMissing this angel of mine @gmaxi_32 💜 bring on summer & date nights 🌞 #throwback
ICC Test Ranking: વિરાટ કોહલીએ ભોગવ્યું ખરાબ બેટિંગનું પરિણામ, છીનવાયો ટેસ્ટના નંબર-1 બેટ્સમેનનો તાજ ગુજરાત બજેટઃ ખેડૂતો આનંદો, હવે દિવસે વીજળી મળશે; 140 નવા સબસ્ટેશન સ્થપાશે ગુજરાત બજેટઃ કડિયાકામ અને શ્રમિકો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત ? જાણો ગુજરાત બજેટઃ નીતિન પટેલે જાહેર કરેલી માદરે વતન યોજના શું છે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement