BCCI કયા દિગ્ગજને બનાવવા માંગતી હતી ટીમ ઇન્ડિયાનો હેડ કૉચ, હવે દ્રવિડને બનાવાયો તો ગુસ્સામાં આવીને શું કહ્યું તેને.........
પોન્ટિંગે ગ્રેડ ક્રિકેટર પૉડકાસ્ટ પર કહ્યું કે, તેને આઇપીએલ દરમિયાન કેટલાક લોકોએ આ વિશે વાત કરી હતી
નવી દિલ્હીઃ ભારતીય ટીમના હેડ કૉચ તરીકે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે જવાબદારી સંભાળી લીધી છે. આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં હાર બાદ ટીમ મેનેજમેન્ટે મોટા ફેરફાર કરતા ટી20 ટીમના કેપ્ટન તરીકે કોહલીને હટાવીને રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો અને કૉચ તરીકે રાહુલ દ્રવિડને અપૉઇન્ટ કરવામાં આવ્યો છે. જોકે, હવે ભારતીય ટીમના હેડ કૉચ બનવા પર રાહુલ દ્રવિડ પર પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ગુસ્સે ભરાયો છે, અને તેને રાહુલ દ્રવિડ પર કટાક્ષા સાથે સવાલો કરવાનુ શરૂ કરી દીધુ છે.
પોન્ટિંગે ગ્રેડ ક્રિકેટર પૉડકાસ્ટ પર કહ્યું કે, તેને આઇપીએલ દરમિયાન કેટલાક લોકોએ આ વિશે વાત કરી હતી, વર્તમાનમાં દિલ્હી કેપિટલ્સના મુખ્ય કૉચ રિકી પોન્ટિંગ અનુસાર, મે જે લોકો સાથે વાત કરી, તે મારી સાથે કામ કરવા માટે ખુબ ઉત્સુક હતા, પરંતુ મે તેમને કહ્યું કે હું આટલો બધો સમય નથી આપી શકતો.
વળી, પોન્ટિંગ રાહુલ દ્રવિડના હેડ કૉચ બનવા પર હેરાની દર્શાવી છે, પોન્ટિંગ હેરાન છે કે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કૉચ બન્યા. પોન્ટિંગ અનુસાર, હું ખુબ જ હેરાન છું કે દ્રવિડે આ કામ પોતાના હાથમાં લીધુ છે, હું તેના પારીવારિક જીવન વિશે હું નથી જાણતો, પરંતુ મને ખબર છે કે તેના નાના બાળકો નથી, એટલે તે કૉચ બનવા માટે તૈયાર થઇ ગયો, જેમ કે મે કહ્યું- બુધવારે જયપુરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં પાંચ વિકેટની જીત સાથે ભારતીય સીનિયર ટીમની સાથે રાહુલ દ્રવિડે કૉચિંગ કાર્યકાળની શરૂઆત કરી.
રાહુલ દ્રવિડની કેવી છે આંતરરાષ્ટ્રીય કરિયર
ધ વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે 164 ટેસ્ટમાં 52.3ની સરેરશથી 13,288 રન બનાવ્યા છે. જ્યારે 344 વન ડેમાં 39.2ની સરેરાશથી 10,889 રન બનાવ્યા છે. જ્યારે એક ટી20 ઈન્ટરનેશનલમાં 31 રન બનાવ્યા છે. આ ઉપરાંત આઈપીએલની 89 મેચમાં 2174 રન બનાવ્યા છે.