શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ 2019 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, કયા ઓલરાઉન્ડરની ટીમમાં થઈ વાપસી, જાણો વિગત
બાંગ્લાદેશ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમની જાહેરાત કરવાની છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન 30 મેએ થશે.
બાંગ્લાદેશે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાનારા 12માં વિશ્વ કપ માટે ટીમ જાહેર કરી દીધી છે. 15 સભ્યોની ટીમની કમાન અનુભવી ફાસ્ટ બોલર મુશરફે મુર્તજા સંભાળશે. શાકિહ અલ હસનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી એક પણ વન-ડે ન રમનારા ફાસ્ટ બોલર અબુ ઝાયદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઝાયદે ગત વર્ષે ટેસ્ટ અને ટી20માં પર્દાપણ કર્યું હતું પરંતુ વન-ડે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહતો. તેણે 5 ટેસ્ટમાં 11 અને ત્રણ ટી20 મેચમાં ચાર વિકેટ ઝડપી છે. મધ્યમક્રમમાં બેટ્સમેન મોસાદેક હુસૈનની ટીમમાં વાપસી થઈ છે. તે છેલ્લે એશિયા કપની ટીમમાં હતો. તેણે 24 વનડેમાં 31ની એવરેજથી 341 રન બનાવ્યા છે. તેના નામે 11 વિકેટ પણ છે.
વિશ્વ કપમાં બાંગ્લાદેશની ટીમ પોતાનો પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 2 જૂને કેનિંગ્ટન ઓવરમાં રમશે. આ પહેલા પાકિસ્તાન (26 મે) અને ભારત (28 મે) વિરુદ્ધ બે પ્રેક્ટિસ મેચ રમશે.
બાંગ્લાદેશ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમની જાહેરાત કરવાની છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન 30 મેએ થશે. બાંગ્લાદેશ ટીમઃ મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.Bangladesh Squad for the ICC Cricket World Cup 2019!#CWC19 #RiseOfTheTigers #Tigers pic.twitter.com/pik24tNFGj
— Bangladesh Cricket (@BCBtigers) April 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement