શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાનનું ટેસ્ટ ક્રિકેટમાં મોટું કારનામું, બાંગ્લાદેશને 224 રનથી આપી હાર
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ચટગાંવમાં બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 224 રનથી જીત મેળવી હતી. જે તેની ટેસ્ટ ક્રિકેટમાં બીજી જીત હતી. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને જીતવા 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ચટગાંવમાં બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 224 રનથી જીત મેળવી હતી. જે તેની ટેસ્ટ ક્રિકેટમાં બીજી જીત હતી. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને જીતવા 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાંચમા દિવસે વરસાદના કારણે મેચ ડ્રો જાય તેમ લાગતું હતું પરંતુ અંતિમ કલાકોમાં હવામાન સુધરતાં મેચ શરૂ થઈ હતી અને બાંગ્લાદેશની ટીમ 173 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન તેની પ્રથમ ત્રણ ટેસ્ટમાંથી બે ટેસ્ટ જીતી હોય તેવી પ્રથમ બીજી છે. 2018માં ડેબ્યૂ ટેસ્ટમાં અફઘાનિસ્તાન ભારત સામે 1 ઈનિંગ અને 262 રનથી હાર્યું હતું. 2019માં આયર્લેન્ડને 7 વિકેટથી હાર આપી અફઘાનિસ્તાને ટેસ્ટ ક્રિકેટમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. જ્યારે આજે બાંગ્લાદેશને 224 રનથી હાર આપી બીજી ટેસ્ટ જીત મેળવી હતી.
અફઘાનિસ્તાને પ્રથમ ઈનિંગમાં 342 રન બનાવ્યા હતા. રહમત શાહે 102, અસગર અફઘાને 92 અને કેપ્ટન રાશિદ ખાને 51 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તૈજુમલ ઈસ્લામે 4 વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશ તેની પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવી શક્યું હતું. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાને 5 તથા મોહમ્મદ નબીએ 3 વિકેટ ઝડપી હતી.Rashid Khan claims the final wicket – that of Soumya Sarkar – as Afghanistan secure a 224-run victory!
What a brilliant performance by the captain, who finishes with 11 wickets for the match 🔥 Follow #BANvAFG blog for live updates ⏬https://t.co/kHXVx32oOc pic.twitter.com/RNBDXvWd2K— ICC (@ICC) September 9, 2019
અફઘાનિસ્તાન બીજી ઈનિંગમાં 260 રન બનાવી ઓલ આઉટ થું હતું. ઈબ્રાહિમ ઝરદાને 87, અસરગર અફઘાને 50 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 3 વિકેટ ઝડપી હતી. 398 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ઈનિંગ 173 રનમાં જ સમાપ્ત થઈ હતી. શાકિબ અલ હસને 4 અને શાદમન ઈસ્લામે 41 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં કેપ્ટન રાશિદ ખાને 6 અને ઝહીર ખઆને 3 વિકેટ લીધી હતી. કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ રમતા રાશિદ ખાને મેચ 10 કે તેથી વધુ વિકેટ લેનારો અને ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારનારો પ્રથણ ખેલાડી બની ગયો હતો. રાશિદ ખાનને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આયો હતો.Afghanistan have registered their second Test win in just their third Test match. They are the joint quickest team to the landmark, equalling Australia who picked up their second Test victory all the way back in 1879.#BANvAFG pic.twitter.com/ko3BoULhbj
— ICC (@ICC) September 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion