શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અફઘાનિસ્તાન સામે 224 રનથી હારતા જ બાંગ્લાદેશના નામે નોંધાઈ ગયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગતે
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ચટગાંવમાં બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 224 રનથી જીત મેળવી હતી. મેચમાં હાર થતાં જ બાંગ્લાદેશના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.
![અફઘાનિસ્તાન સામે 224 રનથી હારતા જ બાંગ્લાદેશના નામે નોંધાઈ ગયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગતે Bangladesh vs Afghanistan test Bangladesh become the first team to lose a Test against 10 different nations અફઘાનિસ્તાન સામે 224 રનથી હારતા જ બાંગ્લાદેશના નામે નોંધાઈ ગયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/09192547/afghanistanN.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ચટગાંવમાં બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 224 રનથી જીત મેળવી હતી. જે તેની ટેસ્ટ ક્રિકેટમાં બીજી જીત હતી. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને જીતવા 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાંચમા દિવસે વરસાદના કારણે મેચ ડ્રો જાય તેમ લાગતું હતું પરંતુ અંતિમ કલાકોમાં હવામાન સુધરતાં મેચ શરૂ થઈ હતી અને બાંગ્લાદેશની ટીમ 173 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચમાં હાર થતાં જ બાંગ્લાદેશના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. બાંગ્લાદેશ ટેસ્ટ ક્રિકેટ રમતાં દસ દેશો સામે હારનારી ક્રિકેટ વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન સામે ટેસ્ટ હારી ચુક્યું છે.
અફઘાનિસ્તાને પ્રથમ ઈનિંગમાં 342 રન બનાવ્યા હતા. રહમત શાહે 102, અસગર અફઘાને 92 અને કેપ્ટન રાશિદ ખાને 51 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તૈજુમલ ઈસ્લામે 4 વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશ તેની પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવી શક્યું હતું. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાને 5 તથા મોહમ્મદ નબીએ 3 વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાન બીજી ઈનિંગમાં 260 રન બનાવી ઓલ આઉટ થું હતું. ઈબ્રાહિમ ઝરદાને 87, અસરગર અફઘાને 50 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 3 વિકેટ ઝડપી હતી. 398 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ઈનિંગ 173 રનમાં જ સમાપ્ત થઈ હતી. શાકિબ અલ હસને 4 અને શાદમન ઈસ્લામે 41 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં કેપ્ટન રાશિદ ખાને 6 અને ઝહીર ખાને 3 વિકેટ લીધી હતી. રાશિદ ખાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાનનું ટેસ્ટ ક્રિકેટમાં મોટું કારનામું, બાંગ્લાદેશને 224 રનથી આપી હાર
મોરારીબાપુના સમર્થનમાં આવ્યા સંતો-મહંતો, આવતીકાલે જૂનાગઢમાં યોજાશે મીટિંગ, જાણો વિગતે
અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં જ કિન્નરે પોલીને ભાંડી ગાળો, કહ્યું તારી......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)