શોધખોળ કરો
Advertisement
ICC બાદ BCCI આકરા પાણીએ, આ 2 ખેલાડીઓ પર લગાવ્યો 2 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે આરોપ
આ બન્ને ક્રિકેટરો પર આરોપ છે કે, તેમણે ઉંમર સંબંધી જે દસ્તાવેજો રજૂ કર્યા હતા તે નકલી હતા અને તેમાં પોતાની ખોટી ઉંમર દર્શાવવામાં આવી હતી.
નવી દિલ્હીઃ છેલ્લા ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ક્રિકેટમાં પોતીની છબી સુધારવા માટે કડક નિર્ણય લઈ રહ્યું છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચારને કેસ હોય કે ક્રિકેટરોની પોતાની ખોટી ઉંમર દર્શાવવાનું હોય. દરેક કેસમાં બીસીસીઆઈએ માત્ર કડક વલણ જ નથી અપનાવ્યું પણ ઝડપથી તેના પર કાર્યવાહી પણ કરી છે. હાલમાં જ બીસીસીઆઈએ ઓડિશાના બે ક્રિકેટરો પર કોટી ઉંમર દર્શાવવા પર કાર્રવાઈ કરી છે.
અહેવાલ અનુસાર આ બન્ને ક્રિકેટરો પર આરોપ છે કે, તેમણે ઉંમર સંબંધી જે દસ્તાવેજો રજૂ કર્યા હતા તે નકલી હતા અને તેમાં પોતાની ખોટી ઉંમર દર્શાવવામાં આવી હતી. ક્રિકેટના જૂનિયર લેવલ પર અન્ડર 13, અન્ડર 16 અથવા અન્ડર 19 જેવી શ્રેણીઓમાં કેટલાક ખેલાડીઓ તેમની ઉંમર ખોટી બતાવે છે અને તે માટે નકલી દસ્તાવેજો પણ રજૂ કરે છે. આ મામલે ઓરિસ્સાના બે ખેલાડી રાજેશ મોહંતી અને કૃષ્ણા પિલ્લઇ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ઓરિસ્સા ક્રિકેટ ઓસોસિએશન(OCA) ના સચિવ સંજય બેહરાએ બંને ખેલાડીઓ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવાની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2016માં પણ, બીસીસીઆઈએ ઓરિસ્સાના 20 ખેલાડીઓ પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. જેમાં 7 સીનિયર મહિલા ક્રિકેટર્સ અને 12 અન્ડર 19 પ્લેયર્સ સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion