મેચમાં બેકેનહેમ ટીમના પાંચ બેટ્સમેનો ખાતુ પણ ન હતુ ખોલાવી શક્યા. ટીમાં માટે ત્રણ બેટ્સમેનોઓએ એલેકઝેન્ડર સેન, વિલિયમ મેકવિકાર અને કેલમ લેનોક્સે ચાર-ચાર રન બનાવ્યા હતા. મેકલિયોડે સર્વાધિક છ વિકેટ લીધી. બાકીની ચાર વિકેટ જેસોન બેનના ખાતામાં આવી હતી. તેમને 12 રન આપીને આ વિકેટો ઝડપી હતી. બેકેનહેમના ખુબ નાના સ્કૉરને બેક્સલેએ 3.3 ઓવરમાં હાંસલ કરી લીધો. કિસ્ટૉફર લાસ ચાર અને એડન ગિગ્સ 12 રન બનાવીને અણનમ રહ્યાં હતા. મેચ એટલી બધી એકતરફી રહી કે બેક્સલેએ 12 મિનીટમાં પણ ટાર્ગેટ હાંસલ કરી લીધો
2/7
3/7
4/7
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બેકેનહેમની ટીમે પહેલી ચાર વિકેટો 9 રનના સ્કૉરમા જ ગુમાવી દીધી હતી. બાદમાં મેચમાં આવી લચર બેટિંગની સિલસિલો ચાલુ રહ્યો અને સ્કૉર 12 રને છનો થઇ ગયો. અંતે 12મી ઓવરાં બેકેનહેમની આખી ટીમ 18 રનના સ્કૉરે ઓલઆઉટ થઇ ગઇ હતી.
5/7
બેકેનહેમની ઇનિંગને 18 રનના શરમજનક સ્કૉર પર સમેટવા માટે બેક્સેલેએના કેલમ મેકલિયોડની ખાસ ભૂમિકા રહી. સ્કૉટલેન્ડ માટે 57 વનડે ઇન્ટરનેશનલ મેચ ચૂકેલા મેકલિયોડે ફક્ત પાંચ રન આપીને છ વિકેટ ઝડપી હતી. બેકેનહેમનો આ સ્કૉર છેલ્લા 152 વર્ષમાં આ ટીમનો સૌથી ઓછો સ્કૉર રહ્યો.
6/7
ઇંગ્લેન્ડના શેફર્ડ નિયામ કેન્ટ ક્રિકેટ લીગમાં આ મેચ બેકેનહેમ અને બેક્સલે રેન્જર્સ વચ્ચે રમાઇ, બેકેનહેમે ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, ટીમના બેટ્સમેનનું પ્રદર્શન શરમજનક રહ્યું અને આખી ટીમ 11.2 ઓવરમાંજ માત્ર 18 રન બનાવીને પેવેલિયન ભેગી થઇ ગઇ. બેકેનહેમની બેટિંગ માત્ર 49 મિનીટ ચાલી, જવાબમાં બેક્સલે ટીમે મેચ જીતવા માટે માત્ર 12 મિનીટનો સમય લીધો. બેક્સલેએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 19 રનનો ટાર્ગેટ હાંસલ કરી દીધો હતો.
7/7
નવી દિલ્હીઃ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. ક્યારે શું થાય તેની કોઇને ખબર નથી પડતી. આવો જ એક ગજબનો કિસ્સો ઇંગ્લેન્ડમા રમાયેલી શેફર્ડ નિયામ કેન્ટ ક્રિકેટ લીગમાં બન્યો છે. આમાં એક ટીમ માત્ર 18 રનમાં અને એક કલાકની અંદર જ ઓલઆઉટ થઇ ગઇ, આ મેચ રમનારા અને જોનારા બધા માટે આશ્ચર્ચથી ઓછી ન હતી.