શોધખોળ કરો
Advertisement
આ ખેલાડીએ આખી દુનિયાને દીધો દગો, ખોટી જન્મ તારીખ સાથે રમ્યો હતો ક્રિકેટ
સત્તાવાર દસ્તાવેજમાં આફ્રિદીની જન્મ તારીખ 1 માર્ચ 1980 નોંધાયેલી છે. શાહિદ આફ્રિદીએ 398 વન ડે, 99 ટી-20 અને 27 ટેસ્ટ રમી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીએ પોતાની આત્મકથા ગેમ ચેન્જરનમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. શાહિદ આફ્રીદીએ ગેમ ચેન્જર નામની આ આત્મકથામાં પોતાની વાસ્તવિક ઉમર વિશે મોટો ખુલાસો કર્યો છે.
આફ્રિદીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે તે 1975નાં જન્મ્યો હતો, ના કે 1980માં. જો કે પાકિસ્તાનનાં આ પૂર્વ કેપ્ટને પોતાની જન્મતિથિનો મહિનો અને દિવસ જાહેર નથી કર્યો, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આફ્રિદી અત્યાર સુધી ખોટી જન્મ તારીખ સાથે ક્રિકેટ રમી રહ્યો હતો.
સત્તાવાર દસ્તાવેજમાં આફ્રિદીની જન્મ તારીખ 1 માર્ચ 1980 નોંધાયેલી છે. શાહિદ આફ્રિદીએ 398 વન ડે, 99 ટી-20 અને 27 ટેસ્ટ રમી છે. શાહિદ આફ્રિદીએ 1996માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ. ત્યારે તેની ઉંમર 16 વર્ષની જણાવવામાં આવી હતી. આફ્રિદીએ કહ્યું કે, “ત્યારે હું 19 વર્ષનો હતો, ના કે 16 વર્ષનો. મારો જન્મ 1975માં થયો હતો. હા, અધિકારીઓએ મારી ઉંમર ખોટી નાંખી હતી.’
જોકે આફ્રિદીએ જન્મતારીખને લઈને ખુદ જ ગુંચવણ ઉભી કરી છે. એક તરફ એ કહી રહ્યો છે કે તેનો જન્મ 1975માં થયો છે. આ પ્રમાણે તેણે જ્યારે પદાર્પણ કર્યું ત્યારે તે 20 અથવા 21 વર્ષનો હોવો જોઈએ, જ્યારે આફ્રિદી ખુદ પોતાના પુસ્તકમાં કહી રહ્યો છે કે તે 19 વર્ષનો હતો!
તો હવે પ્રશ્ન એ છે આફ્રિદીએ પોતાની ઉંમરને લઇને અત્યાર સુધી મૌન કેમ રાખ્યું હતુ? જ્યારે હવે તેણે પોતાની ઉંમરની જાહેરાત કરી છે તો શું આઈસીસી હવે આ સંબંધે કોઈ નિર્ણય લેશે? આફ્રિદીએ 2016 ટી-20 વિશ્વ કપ બાદ સંન્યાસ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement