શોધખોળ કરો
Advertisement
365 રનની ભાગીદારી કરવા છતાં વિન્ડીઝના ઓપનરો ગેલનો ક્યો રેકોર્ડ ના તોડી શક્યા?
આ રેકોર્ડ ક્રિસ ગેઇલ તથા માર્લોન સેમ્યુઅલ્સના નામે છે. ગેલ-સેમ્યુઅલે 2015માં ઝિમ્બાબ્વે સામે 372 રનની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.
લંડનઃ વેસ્ટ ઇન્ડીઝના શાઇ હોપ અને જોન કેમ્પબેલે આયર્લેન્ડ સામે 47.2 ઓવરમાં 365 રનની જંગી ભાગીદારી નોંધાવીને પહેલી વિકેટની ભાગીદારીનો નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. જો કે બંને જણા વન-ડે ક્રિકેટમાં કોઈ પણ વિકેટ માટે સર્વાધિક રનની ભાગીદારીનો રેકોર્ડ તોડી શક્યા નહોતા.
આ રેકોર્ડ ક્રિસ ગેઇલ તથા માર્લોન સેમ્યુઅલ્સના નામે છે. ગેલ-સેમ્યુઅલે 2015માં ઝિમ્બાબ્વે સામે 372 રનની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી કોઇ પણ વિકેટ માટેની સર્વશ્રેષ્ઠ ભાગીદારી સચિન અને રાહુલ દ્રવિડના નામે છે. બંનેએ 1999માં ન્યૂઝીલેન્ડ સામે 331 રનની ભાગીદારી નોંધાવી હતી.
વન-ડે ક્રિકેટમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ ઓપનિંગની ભાગીદારીનો રેકોર્ડ સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરના નામે છે. સચિન અને સૌરવની જોડીએ 2001માં કેન્યા સામે પ્રથમ વિકેટ માટે 258 રન ફટકાર્યા હતા. આ ભાગીદારી પહેલી વિકેટની ભાગીદારીમાં વિશ્વમાં સાતમા ક્રમે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement