શોધખોળ કરો
હું કોણ છું, કેવો છું તે બતાવવા માટે મારે બેનર લઈને ફરવાની જરૂર નથીઃ વિરાટ કોહલી
1/3

કોહલીને પૂછવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયા મીડિયાએ તેને સીરીઝનો ખલનાયક બનાવી દીધો છે ત્યારે કોહલીએ કહ્યું કે, "હું કેવા પ્રકારનો માણસ છું તે જાણવા માટે તેઓએ (શાસ્ત્રી) મારી સાથે પર્યાપ્ત સમય વિતાવ્યો છે. જે લોકો મને જાણે છે, તમે તેને પૂછી શકો છો. હું પોતે આ સવાલનો જવાબ ન આપી શકું."
2/3

કોહલીએ કહ્યું કે, લોકો મારા અંગે શું વિચારે છે, તે વાતની હું ચિંતા કરતો નથી. પરંતુ લોકોના વિચારને માન જરૂર આપુ છું. હું ઈમાનદારીથી કહું છું કે લોકો મારા વિશે લખે છે કે કહે છે તેનો મને કોઈ જ ખ્યાલ નથી અને મને તે વાતની કોઈ ચિંતા પણ નથી. દરેક લોકોની પોતાની દ્રષ્ટી હોય છે અને હું તેને માન આપુ છું.
Published at : 26 Dec 2018 07:13 AM (IST)
View More





















