શોધખોળ કરો
Advertisement
કોરોના સામેની લડાઈમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કેટલા રૂપિયાનું આપ્યું દાન? આંકડો જાણીને ચોંકી જશો
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ ECBએ 5 લાખ યુરો એટલે કે 4 કરોડ 68 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે આવા સમયે જરૂરિયાતમંદોને અને મેડિકલ સ્ટાફને મદદની તાતી જરૂર છે. દુનિયાના અલગ-અલગ ઓર્ગેનાઇઝેશન્સ આગળ આવીને મદદ કરી રહ્યાં છે ત્યારે ક્રિકેટ જગત પણ પાછળ નથી. ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ ECBએ 5 લાખ યુરો એટલે કે 4 કરોડ 68 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. આ માટે ECBના પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓનો પગાર કાપવામાં આવશે.
5 લાખ યુરોના ડોનેશન માટે પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડીઓનો 20% જેટલો પગાર કાપવામાં આવશે અને મહિલાઓ જેમનો પગાર પુરુષો કરતાં ઓછો હોય તેમને સ્વયંભૂ રીતે જોડાઈને પોતાનો પગાર આગામી 3 મહિના એપ્રિલ, મે અને જૂનમાં કાપવાની રજુઆત કરી હતી.
કોવિડ-19 સામેની આ લડાઈમાં પોતાનો પગાર કાપીને તેમાંથી દાન આપીને આ તમામ ખેલાડીઓ જોડાયા છે. આ માટે સૌથી પહેલા ECB એટલે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સૌપ્રથમ આ પ્રસ્તાવ ખેલાડીઓના એસોસિએશન પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશનને મોકલ્યો હતો. જેમણે આ સારાં કામ માટે પોતાનું યોગદાન આપવા માટે આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. આ ચેરિટેબલ ડોનેશનમાં ચોક્કસ કેટલી રકમ જશે તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ ખેલાડીઓએ પોતાના ત્રણ મહિનાના પગારને કાપવાની રાજી ખુશીથી હા પાડી છે.
ખેલાડીઓએ કહ્યું હતું કે, આ વિકટ પરિસ્થિતિમાં રમતને અને સમાજને કયા-કયા પડકારો સામે આવી રહ્યા છે અને તેના માટે ભેગા મળીને શું કરી શકાય તે વિષે ખેલાડીઓ બોર્ડ સાથે સતત ચર્ચા કરશે.
નોંધનીય છે કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓના આ પ્રયત્નો ઉપરાંત ઈંગ્લિશ વિકેટકિપર જોસ બટલરે તેની 2019ની વર્લ્ડ કપની ટી શર્ટ હરાજી માટે મૂકી છે જ્યારે મહિલા ટીમની કેપ્ટન હિથર નાઈટ લોકસેવા માટે નેશનલ હેલ્થ સર્વિસમાં સ્વયંસેવક તરીકે જોડાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement