શોધખોળ કરો

Navsari: નવસારીમાં ઈદની રજા માણવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જતાં મોત, બે બાળકો અને પત્નીએ છત્રછાયા ગુમાવી

નવસારી: ઈદની રજા માણવા ગયેલો યુવાન નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો છે. નવસારી નગરપાલિકાની શોપિંગ સેન્ટરમાં દુકાન ચલાવતા વેપારી ટીપુ સુલતાન પઠાણનું નદીમાં ડૂબી જતા મોત થયું છે.

નવસારી: ઈદની રજા માણવા ગયેલો યુવાન નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો છે. નવસારી નગરપાલિકાની શોપિંગ સેન્ટરમાં દુકાન ચલાવતા વેપારી ટીપુ સુલતાન પઠાણનું નદીમાં ડૂબી જતા મોત થયું છે. ગણદેવી પાસે આવેલી અંબિકા નદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલો યુવાન પાણીમાં ખેંચાઈ ગયો હતો. ડૂબેલા યુવાને તાત્કાલિક ખારેલ ગ્રામસેવા ટ્રસ્ટ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત ઘોષિત કર્યો હતો. યુવાનના મોતથી તેના બે બાળકો અને પત્નીએ છત્રછાયા ગુમાવી છે. હાલમાં ગણદેવી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

મૃત્યુ બાદ પણ 7 લોકોને નવજીવન આપતો ગયો સુરતનો 9 વર્ષનો ‘આરવ’

સુરત: શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના ૭ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે. સુરત શહેરના સિમાડા વિસ્તારમાં આવેલી એઈમ્સ (AAIHMS) હોસ્પિટલમાં બે દિવસથી સારવાર લઈ રહેલું બાળક બ્રેઈનડેડ થતા બાળકના પરિવારે તમામ અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો. બ્રેઈનડેડ બાળકના હ્રદય, લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરી ૭ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. હ્રદય, અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા છે.

મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને સુરતના પૂણા ગામ, યોગીચોક પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા રત્નકલાકાર છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નયનભાઈને સંતાનમાં ૯ વર્ષીય પુત્ર આરવ હતો. આરવ તેમનો એકનો એક પુત્ર હતો. ગત તા.૧૯મી એપ્રિલના રોજ રમતા-રમતા આરવને માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના ડો.હિતેષ કલસરિયાએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની ઈજાની ગંભીરતા સમજી સિમાડા ખાતે આવેલી એઈમ્સ (AAIHMS) મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. 

અહીં ન્યુરોસર્જન તબીબોની ટીમના ડો.મૌલિક પટેલ, ડો.દિપેશ કક્કડ, ડો.હિતેષ ચિત્રોડાએ સારવાર શરૂ કરી. તેમણે બાળકનો જીવ બચાવવા આઈ.સી.યુ.માં ખસેડી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું. ન્યુરોસર્જન, આઈ.સી.યુ. તબીબી ટીમની મહેનત છતાં ઈશ્વરની મરજી આગળ કોઈનું ન ચાલતા આખરે ત્રણ દિવસ બાદ તા.૨૨મીની રાત્રે આરવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો. બાળકના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી બાળકના જ પરિવારમાંથી આવતા ડો.ચતુરભાઈ ડોબરિયા તેમજ એઈમ્સ હોસ્પિટલના ડો.જિજ્ઞેશ ધામેલીયા અને ડો. હિતેષ ચિત્રોડાએ પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી.

 વ્હાલસોયા પુત્રને ગુમાવનાર માતાપિતા કિરણબેન અને નયનભાઈ સહિત શોકાતુર અંટાળા પરિવારે ભારે હૈયે અંગદાન કરવાનો માનવતાસભર અને હિંમતભર્યો નિર્ણય કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, અંગદાન વિશે અખબારો અને ન્યુઝચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારો આરવ આ દુનિયામાં નથી રહ્યો, પણ અંગદાન કરવાથી તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતો હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? એમ જણાવી આરવના શક્ય હોય તે તમામ અંગોનું દાન માટે આગળ વધવા સંમતિ આપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ
Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
Gautam Gambhir: ડ્રેસિંગ રૂમની વાત લીક થતા ગંભીરનો ગુસ્સો સાતમાં આસમાને, રોહિત સાથેના અણબનાવથી લઈને આપ્યા અનેક જવાબો
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ
Chit Fund Scam: ભારતના આ ચાર દિગ્ગજ ક્રિકેટરોની વધી મુશ્કેલી, કરોડોના ચિટફંડ કૌભાંડમાં ગુજરાત સીઆઇડીએ મોકલ્યા સમન્સ
Gautam Gambhir PC: સિડની ટેસ્ટમાં નહી રમે રોહિત શર્મા? ગૌતમ ગંભીરે કર્યા અનેક મોટા ખુલાસાઓ
Gautam Gambhir PC: સિડની ટેસ્ટમાં નહી રમે રોહિત શર્મા? ગૌતમ ગંભીરે કર્યા અનેક મોટા ખુલાસાઓ
શું ઇમરજન્સીમાં તરત જ ઉપાડી શકાય છે પીએફના પૈસા? જાણો સમગ્ર પ્રક્રિયા
શું ઇમરજન્સીમાં તરત જ ઉપાડી શકાય છે પીએફના પૈસા? જાણો સમગ્ર પ્રક્રિયા
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
Embed widget