Mohammed Siraj: વન ડે રેન્કિંગમાં ટોપના બોલર મોહમ્મહ સિરાજે પિતાને કર્યા યાદ, પોસ્ટ જોઈને તમે પણ ભાવુક થઈ જશો
Mohammed Siraj Story: એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 ખેલાડીઓને આઉટ કર્યા હતા
![Mohammed Siraj: વન ડે રેન્કિંગમાં ટોપના બોલર મોહમ્મહ સિરાજે પિતાને કર્યા યાદ, પોસ્ટ જોઈને તમે પણ ભાવુક થઈ જશો Afer becoming no 1 ranked ODI bowler Mohammed Siraj shares heartfelt Instagram story for late father miss you pappa Mohammed Siraj: વન ડે રેન્કિંગમાં ટોપના બોલર મોહમ્મહ સિરાજે પિતાને કર્યા યાદ, પોસ્ટ જોઈને તમે પણ ભાવુક થઈ જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/6e23182414e3f0500b3f6086fedb23591695221299535428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mohammed Siraj Instagram: તાજેતરમાં એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ ફાસ્ટ બોલરે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને સાતમી વખત એશિયા કપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ ઘાતક બોલિંગ બાદ શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો...
જો કે સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિતાની યાદમાં એક સ્ટોરી પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં મોહમ્મદ સિરાજના પિતા અને માતા જોવા મળી રહ્યા છે. બંનેના હાથમાં એક તસવીર છે, આ તસવીરમાં મોહમ્મદ સિરાજ ભારતીય ટીમની જર્સીમાં જોવા મળી રહ્યો છે. સાથે જ મોહમ્મદ સિરાજે કેપ્શનમાં મિસ યુ પાપા લખ્યું છે.
ટીમ ઈન્ડિયાએ સાતમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો
મોહમ્મદ સિરાજની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સોશિયલ મીડિયા યુઝર્સ સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તે જ સમયે, આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા મોહમ્મદ સિરાજને એશિયા કપ ફાઇનલમાં શાનદાર બોલિંગ કરવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમને 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 6.1 ઓવરમાં કોઈ વિકેટ વિના 51 રન બનાવીને ખિતાબ જીતી લીધો હતો. ભારતીય ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.
મોહમ્મદ સિરાજનો કેવો છે દેખાવ
મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં 21 ટેસ્ટમાં 59 વિકેટ ઝડપી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 60 રનમાં 5 વિકેટ છે. ટેસ્ટમાં તેણે 5 વિકેટ 2 વખત ઝડપી છે. 29 વન ડેમાં સિરાજે 53 વિકેટ ઝડપી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 21 રનમાં 6 વિકેટ છે. જ્યારે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 8 મેચમાં 11 વિકેટ લીધી છે. આઈપીએલની 79 મેચમાં તેણે 78 વિકેટ લીધી છે. સિરાજે 2020માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ, 2019માં એડિલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે વન ડે ડેબ્યૂ અને 2017માં ન્યુઝીલેન્ડ સામે ટી20 ડેબ્યૂ કર્યુ હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)