શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની ક્રિકેટર મોબાઈલ ફોન પર કલાકો લગી પ્રેમાલાપ કરતી યુવતીને મળવા ગયો ને લાગી ગયો એવો આઘાત કે....
પોતાની બુકમાં આફ્રિદીએ 90ના સમયનો એક કિસ્સો શેર કર્યો છે. જેમાં તેણે ઓસ્ટ્રેલિયાની ક્લબમાં એક યુવતી સાથેની વાતનો ઉલ્લેખ કર્યો છે.
મેદાન પર શાનદાર ક્રિકેટ રમનાર ક્રિકેટર અને માત્ર 37 બોલમાં સેન્ચુરી ફટકારનાર તોફાની બેટ્સમેન, ગજબની લેગ સ્પિન કરનાર શાહિદ આફ્રિદી વિશ્વભરમાં જાણીતો છે. ઇમરાન ખાન બાદ પાકિસ્તાનમાં જો કોઈ ઓલરાઉન્ડરને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે તો તે છે શાહિદ આફ્રિદી છે. આફ્રિદી માત્ર તેની બેટિંગ જ નહીં પણ લગ્ન, અફેર અને તેના નિવેદનને કારણે પણ ચર્ચામાં રહે છે. આફ્રિદીની આત્મકથા 30 એપ્રિલ, 2019માં બહાર પડી હતી જેમાં આફ્રિદીએ અનેક ખુલાસા કર્યા હતા.
પોતાની બુકમાં આફ્રિદીએ 90ના સમયનો એક કિસ્સો શેર કર્યો છે. જેમાં તેણે ઓસ્ટ્રેલિયાની ક્લબમાં એક યુવતી સાથેની વાતનો ઉલ્લેખ કર્યો છે.
આફ્રિદીએ બુકમાં લખ્યું છે કે, ‘મારા લગ્ન થયા પહેલા એક યુવતી મને વારંવાર ફોન કરતી હતી. તેનો અવાજ પણ ઘણો સુંદર હતો. એ સમયે મોબાઈલ ફોન નવો નવો હતો અને મોંઘો પણ હતો. હું આ યુવતીનો અવાજ સાંભળવા માટે મોટી રકમ ખર્ચ કરતો હતો.‘ આગળ આફ્રિદીએ કહ્યં કે, એક મહિના સુધી વાત કર્યા બાદ અમે બન્નેએ એકબીજાને મળવાનું નક્કી કર્યું. જોકે એ યુવતીને મળ્યા બાદ આફ્રિદીનું દિલ તૂટી ગયું હતું.
આફ્રિદીએ આત્મકથામાં જણાવ્યું કે, તે જે યુવતી સાથે લાંબા આખી આખી રાતો સુધી વાતો કરી હતી તે કોઈ યુવતી નથી. જ્યારે બન્નેએ મળવાનું નક્કી કર્યું ત્યારે એક એક બેલ રણક્યો અને એક યુવક હાથમાં ગુલાબ લઈને ઉભો હતો. આફ્રિદીએ કહ્યું કે, મને ત્યારે આંચકો લાગ્યો જ્યારે એ યુવકે મને કહ્યું કે, હું એ જ યુવતી છું જેની સાથે તમે આખી આખી રાતો વાત કરી છે. આફ્રિદીએ કહ્યું કે, આ સાંભળીને તે અત્યંત શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement