AUS vs SL 1st Test: એક લેવાની લ્હાયમાં રન આઉટ થયો સ્ટીવ સ્મિથ, તો આ ખેલાડી પર કાઢવા લાગ્યો ગુસ્સો, જાણો વિગતે
ઘટના ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગની 20મી ઓવરની છે, રાઇટ હેન્ડ ઓફ સ્પિનર રમેશ મેન્ડિસના બૉલને સ્ટીવ સ્મિથ મિસ કરી ગયો. બૉલ પેડ પર ટકરાઇને ઓફ સાઇડ તરફ નીકળી ગયો, આ દરમિયાન સ્મિથે 1 રન લેવાનો પ્રયાસ કર્યો હતો,
Sri Lanka vs Australia: ઓસ્ટ્રેલિયન ટીમ આજકાલ શ્રીલંકા પ્રવાસ પર છે. અહીં બન્ને ટીમોની વચ્ચે 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે. સીરીઝની પહેલી મેચ બુધવારે શરૂ થઇ ગઇ છે. શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો, પહેલા બેટિંગ કરતાં યજમાન ટીમે પહેલી ઇનિંગમાં 10 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી, આ દરમિયાન એક મોટી ઘટના ઘટી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ રન આઉટ થયા બાદ સાથી ખેલાડી પર ગુસ્સે ભરાયો હતો.
ઘટના ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગની 20મી ઓવરની છે, રાઇટ હેન્ડ ઓફ સ્પિનર રમેશ મેન્ડિસના બૉલને સ્ટીવ સ્મિથ મિસ કરી ગયો. બૉલ પેડ પર ટકરાઇને ઓફ સાઇડ તરફ નીકળી ગયો, આ દરમિયાન સ્મિથે 1 રન લેવાનો પ્રયાસ કર્યો હતો, નૉન સ્ટ્રાઇકર એન્ડ પર રહેલો ખ્વાઝા પર રન લેવા માટે દોડ્યો, પરંતુ થોડુક દોડીને ખ્વાઝા રોકાઇ ગયો ને રન લેવાની ના પાડવા લાગ્યો હતો. આ સમયે સ્મિથ અડધી ક્રિઝ પર પહોંચી ગયો હતો, અને પાછો જાય ત્યાં સુધી થ્રૉ આવી જતા રન આઉટ થઇ ગયો હતો.
રન આઉટ થતાંની સાથે સ્મિથ ખ્વાઝા પર જોરદાર ગુસ્સો ભરાયો હતો, સ્મિથનો ઉસ્માન ખ્વાઝા પર હાથ ઉપર કરીને ગુસ્સો કાઢતો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ......
This is never going to end well.
— cricket.com.au (@cricketcomau) June 29, 2022
Smith run out. Australia three down #SLvAUS pic.twitter.com/rYXXArbwiE
--
આ પણ વાંચો........
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા
Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ