શોધખોળ કરો
IPLની 13 સીઝનમાં એકપણ વાર ના ખરીદાતાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે આ વર્ષે ના કરાવ્યું રજિસ્ટ્રેશન, ટી-20માં ભારતને પછાડી ચૂક્યો છે........
વારંવાર અનસૉલ્ડ કરવાના કારણે તેને આ વખતે આઇપીએલમાં ઓક્શન માટે રજિસ્ટ્રેશન જ નથી કરાવ્યુ. ખાસ વાત છે કે આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં તે હંમેશા ભારત પર ભારે પડ્યો છે
![IPLની 13 સીઝનમાં એકપણ વાર ના ખરીદાતાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે આ વર્ષે ના કરાવ્યું રજિસ્ટ્રેશન, ટી-20માં ભારતને પછાડી ચૂક્યો છે........ Bangladesh cricketer Mushfiqur Rahim stays away from the auction of IPL 2021 IPLની 13 સીઝનમાં એકપણ વાર ના ખરીદાતાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે આ વર્ષે ના કરાવ્યું રજિસ્ટ્રેશન, ટી-20માં ભારતને પછાડી ચૂક્યો છે........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/07160850/Rahim-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજી પુરી થઇ ચૂકી છે. દરેક ફ્રેન્ચાઇઝીઓએ પોતાનામાં સ્ટાર અને સારા ખેલાડીઓને રસ ધરાવ્યો અને તેમને ખરીદી પણ લીધા. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ સમાચાર એ છે કે વર્ષ 2008ની એડિશનથી રજિસ્ટ્રેશન કરાવી રહેલો બાંગ્લાદેશી ક્રિકેટર મુશફિકુર રહીમ ગિન્નાયો છે, વારંવાર અનસૉલ્ડ કરવાના કારણે તેને આ વખતે આઇપીએલમાં ઓક્શન માટે રજિસ્ટ્રેશન જ નથી કરાવ્યુ. ખાસ વાત છે કે આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં તે હંમેશા ભારત પર ભારે પડ્યો છે.
મુશફિકુર રહીમની આઇપીએલમાં બેઝ પ્રાઇસ 75 લાખની છે, પરંતુ 2008થી રજિસ્ટ્રેશન કરાવતો હોવા છતાં કોઇ ફ્રેન્ચાઇઝી તેને ખરીદવામાં રસ નથી દાખવી રહી. આગામી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં ઓક્શન થવાનુ છે, પરંતુ મુશફિકુર રહીમે આ માટે પોતાનુ રજિસ્ટ્રેશન જ ના કરાવતા તર્ક વિતર્ક ઉભા થયા છે. NIBCO રિપોર્ટ પ્રમાણે, હવે મુશફિકુર રહીમ આઇપીએલ ટૂર્નામેન્ટ છોડી દેવા માગે છે.
(પ્રતિકાત્મક તસવીર)
ટી20માં આંતરરાષ્ટ્રીય રેકોર્ડ છે દમદાર.....
મુશફિકુર રહીમનો આંતરરાષ્ટ્રીય ટી20માં દમદાર રેકોર્ડ છે, તેને 86 ટી20 મેચો રમી છે, જેમાં 120ની સ્ટ્રાઇક રેટથી તેને 1282 રન બનાવ્યા છે. જે કોઇપણ ખેલાડી માટે સારુ પરફોર્મન્સ કહી શકાય. 33 વર્ષીય મુશફિકુર રહીમે ટી20માં 2006માં ડેબ્યૂ કર્યુ હતુ.
![IPLની 13 સીઝનમાં એકપણ વાર ના ખરીદાતાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે આ વર્ષે ના કરાવ્યું રજિસ્ટ્રેશન, ટી-20માં ભારતને પછાડી ચૂક્યો છે........](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/07160834/Rahim-01-300x188.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)