શોધખોળ કરો
IPLએ Dream11 સાથે લૉન્ચ કર્યો નવો લોગો, મુંબઇ ઇન્ડિયન્સે કર્યો શેર
આઇપીએલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર આ લોગોને શેર કર્યો હતો, આની સાથે ગયા વર્ષના ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે પણ આઇપીએલના નવા લોગોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગએ યુએઇમાં રમારી પોતાની 13 સિઝન માટે તૈયારીઓ પુરી કરી લીધી છે, વીવોના હટ્યા બાદ આ વખતે આઇપીએલની મુખ્ય સ્પૉન્સર ડ્રીમ ઇલેવન બની છે. આઇપીએલે ડ્રીમ ઇલેવન સાથેનો લીગનો નવો લૉગો જાહેર કરી દીધો છે.
આઇપીએલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર આ લોગોને શેર કર્યો હતો, આની સાથે ગયા વર્ષના ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે પણ આઇપીએલના નવા લોગોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, Dream11એ શિક્ષણ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ બાઇઝૂ અને અનએકેડેમીને પાછળ પાડીને 222 કરોડ રૂપિયામાં 4 મહિના 13 દિવસ માટે સ્પૉન્સરશીપના અધિકાર મેળવી લીધો છે. ડ્રીમ ઇલેવન આઇપીએલ 2020માં ચીની મોબાઇલ ફોન કંપની વીવોનુ સ્થાન લેશે.
નોંધનીય છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન યુએઇમા થશે, અને મેચો 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે. આઇપીએલ 13ની સિઝનમાં ભાગ લેવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની ચાર ટીમો દુબઇ પહોંચી ગઇ છે. આ ટીમોમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરું, રાજસ્થાન રૉયલ્સ, કોલકત્તા નાઇટરાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામેલ છે. આઇપીએલમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ, અધિકારીઓને બીસીસીઆઇ દ્વારા જાહેર કરાવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ત્યાં નિયમનુ પાલન કરવુ પડશે. બીસીસીઆઇ અનુસાર દરેક ટીમના સભ્યોને ઓછામાં ઓછા બે વાર કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
