શોધખોળ કરો
Advertisement
BCCI આકરા પાણીએ, ખેલાડીઓએ હવે યો-યો ટેસ્ટ ઉપરાંત પાસ કરવી પડશે નવી ફિટનેસ ટેસ્ટ
બીસીસીઆઈએ ટાઇમ ટ્રાયલ ટેસ્ટ એ ખેલાડીઓ માટે લાગુ કર્યા છે જેનો બોર્ડ સાથે કરાર છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ટેસ્ટ સીરીઝમાં 2-1થી જીતવામાં સફલ રહી. પરંતુ આ પ્રવાસ પર અશ્વિમ, બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ ઈજાને કારણે ટીમમાંથી બહાર થવાથી ટીમને ઘણી મુશ્કેલી પડી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી કંઈક શીખતા બીસીસીઆઈએ હવે ખેલાડીઓ માટે નવી ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો પડકાર રાખ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ખેલાડીઓએ ટાઈમ ટ્રાયલ પાસ કરવો પડશે. ટીમ ઇન્ડિયા માટે યો યો ટેસ્ટ તો પહેલેથી લાગુ જ છે અને રહેશે.
બીસીસીઆઈએ ટાઇમ ટ્રાયલ ટેસ્ટ એ ખેલાડીઓ માટે લાગુ કર્યા છે જેનો બોર્ડ સાથે કરાર છે. કોન્ટ્રાક્ટવાળા તમામ ખેલાડીઓએ આ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે. ટાઇમ ટ્રાયલ ટેસ્ટ દ્વારા ખેલાડીઓની ગતિ ચેક કરવામાં આવશે.
ફાસ્ટ બોલરો માટે અલગ નિયમ
ફાસ્ટ બોલરેને ટાઈમ ટ્રાયલ ટેસ્ટમાં 2 કિલોમીટરનું અંદર 8 મિનિટ 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. સ્પિન બોલરે અને બાકીના ખેલાડીઓ માટે 2 કિલોમીટરનું અંતર 8 મિનિટ 30 સેકન્ડમાં પૂરું કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત યો યો ટેસ્ટમાં ખેલાડીઓએ 17.1નો સ્કોર મેળવવો જરૂરી હશે.
આ ખેલાડીઓને મળશે છૂટ
ઓસ્ટ્રેલિયા સીરીઝમાંથી પરત ખેલાડીઓને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ટાઇમ ટ્રાયલ ટેસ્ટમાંથી રાહત મળશે. પરંતુ જે ખેલાડીઓની પસંદગી લિમિટેડ ઓવર સીરીઝ માટે કવામાં આવી છે તેમને ટાઇમ ટ્રાયલ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
જણાવીએ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખેલાડીઓના ઇજાગ્રસ્ત થવાને કારણે બીસીસીઆઈ નિશાના પર આવી ગયું હતું. બીસીસીઆઈનું કહેવું છે કે, તે ખેલાડીઓની ફિટનેસની સાથે કોઈ સમજૂતી નહીં કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement