શોધખોળ કરો
Advertisement
IPL 2020નું મોટુ અપડેટઃ જાણો યુએઇમાં કેટલા વાગે શરૂ થઇ શકે છે આઇપીએલની મેચો
હવે આઇપીએલની મેચોના ટાઇમિંગને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. આઇપીએલનુ આયોજન યુએઇમાં થવા જઇ રહ્યું છે, એટલે શરૂઆતી મેચોમાં ટાઇમને બદલવામાં આવી શકે છે. કયાસ છે કે, યુએઇમાં આઇપીએલની મેચો અડધા કલાક પહેલા શરૂ થશે
નવી દિલ્હીઃ આઇપીએલ 2020 લીગ, એટલે કે 13મી સિઝનની શરૂઆત આગામી 19 સપ્ટેમ્બરે થવા જઇ રહી છે. આ ત્રીજીવાર છે આઇપીએલનુ આયોજન વિદેશમાં થવા જઇ રહ્યું છે. આ પહેલા વર્ષ 2009 અને વર્ષ 2014માં આઇપીએલની મેચો વિદેશો રમાઇ ચૂકી છે.
હવે આઇપીએલની મેચોના ટાઇમિંગને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. આઇપીએલનુ આયોજન યુએઇમાં થવા જઇ રહ્યું છે, એટલે શરૂઆતી મેચોમાં ટાઇમને બદલવામાં આવી શકે છે. કયાસ છે કે, યુએઇમાં આઇપીએલની મેચો અડધા કલાક પહેલા શરૂ થશે.
મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ્સ અનુસાર યુએઇમાં આયોજનનુ કારણ બીસીસીઆઇ મેચોને જલ્દી આયોજન પર વિચાર કરી રહ્યું છે. ભારતમાં આઇપીએલની મેચો રાત્રે 8 વાગે શરૂ થતી હોય છે. જ્યારે ટૉસ 7.30એ થાય છે. વળી, યુએઇમાં ટૉસ 7 વાગે કરાવી શકાય છે અને મેચની શરૂઆત રાત્રે 7.30 વાગે થશે. જોકે આ બીસીસીઆઇએ આ વાત પર હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બ્રજેશ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 સિઝન 51 દિવસ ચાલશે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, અને ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. બીસીસીઆઇ એક અઠવાડિયાની અંદર આઇપીએલની 13 સિઝનનુ શિડ્યૂલ જાહેર કરી શકે છે.
આઈસીસીએ ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડકપ રદ્દ કરવાનો નિર્ણય કર્યા બાદ આઈપીએલનું આયોજન શક્ય થઈ શક્યું છે. પહેલા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, આ ટૂર્નામેન્ટ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ એક અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion