શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટેસ્ટ મેચને પાંચમાંથી 4 દિવસની કરવી જોઇએ કે નહીં? કોહલીએ આપ્યો આ ખાસ જવાબ
હાલમાં આઇસીસી ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટને બદલવાની વિચારણા કરી રહ્યું છે. વળી, કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પણ આના પર વિરોધ નોંધાવી ચૂક્યા છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. કોહલીએ ચાર દિવસની ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટ સામે વિરોધ નોંધાવ્યો છે. કોહલીએ કહ્યું આ કામ ક્રિકેટ સાથે ન્યાય નથી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં આઇસીસી ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટને બદલવાની વિચારણા કરી રહ્યું છે. વળી, કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પણ આના પર વિરોધ નોંધાવી ચૂક્યા છે, હવે આ લિસ્ટમાં કેપ્ટન કોહલીએ પણ સામેલ થઇ ગયો છે.
વિરાટ કોહલીએ પત્રકારો સાથેની વાતચીતમાં ટેસ્ટ ક્રિકેટ અંગે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં ફેરફારો કરવા જોઇએ, જો તેને માર્કેટ માટે બનાવવી હોય તો તેને ડે-નાઇટ કરી દેવી જોઇએ. પણ વધારે પડતા ચેન્જીસ ટેસ્ટ ક્રિકેટ માટે ઠીક નથી.
કોહલીએ કહ્યું કે પાંચ દિવસમાંથી ચાર દિવસની ટેસ્ટ ક્રિકેટ કરી દેવામાં આવે, તો પછી એક દિવસ એવો પણ આવશે કે ત્રણ દિવસની ટેસ્ટની વાત કરશો. ટેસ્ટ મેચ ક્રિકેટનુ સૌથી મોટુ અને શુધ્ધ ફોર્મેટ છે, તેમાં છેડછાડ ના કરવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion