Commonwealth Games 2022 Medal Tally: ઓસ્ટ્રેલિયા બાદ ઇગ્લેન્ડે લગાવી મેડલ્સની સદી, જાણો Medal Tallyમાં ક્યાં નંબર પર છે ભારત?
બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 158 ગોલ્ડ મેડલ ખેલાડીઓએ જીત્યા છે
Commonwealth Games 2022 Medal Tally: બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 158 ગોલ્ડ મેડલ ખેલાડીઓએ જીત્યા છે. આ ટુનામેન્ટમાં ઓસ્ટ્રેલિયા 46 ગોલ્ડ સાથે ટોપ પર છે. આ સાથે જ યજમાન ઈંગ્લેન્ડ 38 ગોલ્ડ સાથે બીજા નંબર પર છે. આ બંને દેશોએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલની સદી પણ ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના કુલ મેડલની સંખ્યા 123 થઈ ગઈ છે. આ સાથે જ બ્રિટને 103 મેડલ કબજે કર્યા છે.
મેડલની આ રેસમાં ભારત વધુ પાછળ રહી ગયું છે. મેડલ ટેબલમાં છઠ્ઠા સ્થાને ચાલી રહેલ ભારત હવે સાતમા સ્થાને આવી ગયું છે. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર 7 બ્રોન્ઝ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે એટલે કે 3 ઓગસ્ટે ભારતે કુલ પાંચ મેડલ જીત્યા પરંતુ તેમાં એક પણ ગોલ્ડ નહોતો. આ જ કારણ હતું કે ભારતને એક સ્થાનનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
જોકે, ભારતીય ખેલાડીઓ હોકી, ક્રિકેટથી લઈને બોક્સિંગમાં સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતને આ ઈવેન્ટ્સમાં વધુ મેડલ મળવાની આશા છે. ખાસ કરીને બોક્સિંગમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ગોલ્ડ જીતવાના પ્રબળ દાવેદાર છે. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની સિંગલ્સ ઈવેન્ટ્સમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી ગોલ્ડની અપેક્ષા રાખવામાં આવે છે.
પોઝિશન નંબર |
દેશ |
ગોલ્ડ |
સિલ્વર |
બ્રોન્ઝ |
1 |
ઓસ્ટ્રેલિયા |
46 |
38 |
39 |
2 |
ઇગ્લેન્ડ |
38 |
37 |
28 |
3 |
કેનેડા |
16 |
20 |
21 |
4 |
ન્યૂઝિલેન્ડ |
16 |
10 |
10 |
5 |
સ્કૉટલેન્ડ |
7 |
8 |
17 |
6 |
સાઉથ આફ્રિકા |
6 |
7 |
7 |
7 |
ભારત |
5 |
6 |
7 |
8 |
વેલ્સ |
4 |
4 |
9 |
9 |
મલેશિયા |
3 |
2 |
3 |
10 |
નાઇઝીરિયા |
3 |
1 |
4 |