Cricket Controversy: અફઘાનિસ્તાન સામે પ્રથમ સુપર ઓવરમાં રોહિત શર્મા આઉટ હતો, તો બીજી સુપર ઓવરમાં કેમ આવ્યો ? જાણો
અફઘાનિસ્તાન સામે બેંગ્લોર T20માં બે વખત સુપર ઓવર થઈ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બંને વખત બેટિંગ કરવા આવ્યો
AB de Villiers On Super Over Controversy: અફઘાનિસ્તાન સામે બેંગ્લોર T20માં બે વખત સુપર ઓવર થઈ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બંને વખત બેટિંગ કરવા આવ્યો. આ પછી રોહિત શર્માએ સુપર ઓવરમાં બે વખત બેટિંગ કરવા પર વિવાદ હજુ પણ ચગેલો છે. હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે નિવેદન આપ્યું છે. એબી ડી વિલિયર્સે કહ્યું કે જો કોઈ ખેલાડી પ્રથમ સુપર ઓવરમાં આઉટ થઈ જાય તો તે ફરીથી બેટિંગ કરી શકતો નથી. આ પ્રસારણકર્તાઓની ભૂલ હોઈ શકે છે.
'જો તમને પ્રથમ સુપર ઓવરમાં આઉટ ગણવામાં આવે છે, તો પછી....'
એબી ડી વિલિયર્સનું માનવું છે કે, જો તમને પ્રથમ સુપર ઓવરમાં આઉટ જાહેર કરવામાં આવે તો તમે ફરીથી બેટિંગ નહીં કરી શકો. જો કે, રોહિત શર્મા કહી શકે છે કે તે ઈજાને કારણે નિવૃત્ત થયો હતો, કદાચ તે આઉટ થયો હોવાનું દર્શાવવા માટે તે સ્કૉરિંગની ભૂલ હતી. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ ખેલાડી પ્રથમ સુપર ઓવરમાં આઉટ થઈ જાય તો તેણે ફરીથી બેટિંગ કરવા ન આવવું જોઈતું હતું.
'અમને પછીથી ખબર પડી કે તેને આમ કરવાની અનુમતિ ન હતી આપવા દેવી જોઇતી હતી'
આ સિવાય અફઘાનિસ્તાનના ક્રિકેટર કરીમ જન્નતે કહ્યું કે, અમને તેના વિશે વધુ ખબર નહોતી, અમારા મેનેજરે એમ્પાયરો સાથે વાત કરી. રોહિત બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ અમને પછીથી ખબર પડી કે તેને આવું કરવાની મંજૂરી ના આપવી જોઈતી હતી. જો તમે નિવૃત્ત હોવ તો પણ તમે આ કરી શકતા નથી. હવે અમે તેના વિશે ઘણું કરી શકતા નથી કારણ કે જે થયું છે તે થઈ ગયું છે.
સુપર ઓવરના નિયમો -
સુપર ઓવરમાં ટીમમાંથી વધુમાં વધુ ત્રણ ખેલાડીઓ બેટિંગ કરી શકે છે.
બંને ટીમોએ એક-એક ઓવર રમવાની હોય છે.
મેચની બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવા આવે છે.
કોઈ એક ખેલાડી બેટિંગ અને બોલિંગ બંને કરી શકતો નથી.
સુપર ઓવરમાં, કોઈપણ ટીમ 2 વિકેટ ગુમાવતાની સાથે જ દાવ સમાપ્ત થાય છે.
બોલિંગ ટીમ પસંદ કરે છે કે તે કયા છેડેથી બોલિંગ કરશે.
જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ફરી એકવાર સુપર ઓવર રમાય છે. આ સુપર ઓવરમાં, ટીમ પ્રથમ બેટિંગ કરે છે જે પ્રથમ સુપર ઓવરમાં પાછળથી બેટિંગ કરે છે.
સુપર ઓવરમાં બનાવેલા રન અને વિકેટ રેકોર્ડમાં સામેલ નથી.