Rishabh Pant on Twitter: ઋષભ પંતે રિકવરીનો વીડિયો કર્યો શેર, સ્વિમિંગ પુલમાં મળ્યો જોવા
Pant Health Update: વીડિયોમાં ઋષભ પંત ક્રેચની મદદથી સ્વિમિંગ કરતો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈએ પણ આ વીડિયો ટ્વિટ કર્યો છે.
Rishabh Pant on Twitter: ભારતીય ટીમના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતના ચાહકો માટે મોટા સમાચાક છેય ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેના પ્રશંસકોને તેના સ્વાસ્થ્ય (રિષભ પંત હેલ્થ અપડેટ) વિશે જાણકારી આપી છે. વીડિયોમાં ઋષભ પંત ક્રેચની મદદથી સ્વિમિંગ કરતો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈએ પણ આ વીડિયો ટ્વિટ કર્યો છે.
હાલમાં ઋષભ પંત પોતાના ઘરે ડોક્ટરોની દેખરેખમાં સ્વસ્થ થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતનો ભોગ બન્યા બાદ ઋષભ પંત મુંબઈની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યો હતો. આ વીડિયો પહેલા પણ રિષભ પંતે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. તેમાં પણ તે ક્રેચની મદદથી મોર્નિંગ વોક કરતી જોવા મળી હતી.
BCCIએ વીડિયો શેર કર્યો છે
રિષભ પંતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ અને ટ્વિટર પર પોસ્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પૂલમાં ક્રચની મદદથી ધીમે-ધીમે ચાલી રહ્યો છે. પંતે રોડ એક્સિડન્ટ બાદ પહેલીવાર પોતાના વોકનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની પીઠ પર દાઝવાના નિશાન પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "નાની વસ્તુઓ, મોટી વસ્તુઓ અને તેની વચ્ચેની દરેક વસ્તુ માટે આભારી છું."
Grateful for small thing, big things and everything in between. 🙏#RP17 pic.twitter.com/NE9Do72Thr
— Rishabh Pant (@RishabhPant17) March 15, 2023
29 ડિસેમ્બરે થયો હતો અકસ્માત
નોંધનીય છે કે 29 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રૂરકી જતી વખતે ઋષભની કારનો રોડ અકસ્માત થયો હતો. ઋષભ પંત પોતે સમયસર કારનો કાચ તોડીને બહાર આવ્યો હતો, ત્યારબાદ કારમાં આગ લાગી હતી. પંતે તાજેતરમાં ચાહકોને તેમના સમર્થન અને તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.
વાનખેડે મેદાનની અજાણી વાતો
અહીં પહેલી વનડે મેચ 1987માં રમાઇ હતી, છેલ્લી મેચ 2020 માં રમાઇ હતી.
આ મેદાન પર ઘરેલુ સાઇડ એટલે કે ટીમ ઇન્ડિયાએ કુલ 10 (45.45 ટકા જીત) મેચોમાં જીત પોતાના નામે કરી છે. વળી, ભારતનો પ્રવાસ કરનારી ટીમોએ 9 (40.91 ટકા જીત) મેચ પોતાના નામે કરી છે. જ્યારે નેચરલ સાઇડે કુલ 3 (13.64) મેચ જીતી છે.
અહીં અત્યાર સુધી પહેલા બેટિંગ કરનારી અને બાદમાં બેટિંગ કરનારી ટીમોએ 11-11 મેચ જીતી છે. પહેલા અને પછી બેટિંગ કરનારી ટીમોની જીત ટકાવારી 50-50ની રહી છે.
અહીં વનડેમાં ટૉસ હારનારી ટીમે કુલ 12 અને ટૉસ જીતનારી ટીમે 10 મેચ જીતી છે.
આ મેદાન પર રમાયેલી તમામ વનડે મેચોનું પરિણામ આવ્યુ છે.
કોઇપણ મેચ ડ્રૉ, ટાઇ કે પરિણામ વિનાની નથી રહી.
અહીં વનડેની એક ઇનિંગમાં હાઇ સ્કૉર 438/4 નો રહ્યો છે. આ ટૉટલ સાઉથ આફ્રિકાએ 2015 માં ભારતીય ટીમની વિરુદ્ધ બનાવ્યુ હતુ.
આ મેદાન પર વનડેમાં સૌથી ઓછુ ટૉટલ 115 રનોનું છે. આ ટૉટલ 1998 માં બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ બનાવ્યુ હતુ.
અહીં વનડેમાં 284/4 રનોનો સૌથી મોટો રન ચેઝ થયો છે. આ ચેઝ 2017માં ન્યૂઝીલેન્ડે ભારત વિરુ્દ્ધ કર્યો હતો.
અહીં વનડેમાં શ્રીલંકાના પૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાના નામે હાઇ સ્કૉર નોંધાયેલો છે. તેને 1997માં ભારત વિરુદ્ધ રમાયેલી મેચોમાં 151* રનોની ઇનિંગ રમી હતી.