પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને ભારતીય ક્રિકેટ માટે મળી શકે છે આ મોટી જવાબદારી, જાણો શું છે મોકો
પોવારે ડબ્લ્યૂવી રમની જગ્યા લીધી હતી, તેને 2020માં ટીમને ટી20 વર્લ્ડકપ ફાઇનલ સુધી પહોંચાડી હતી
Indian Women's Team: ભારતીય મહિલા ટીમના મુખ્ય કૉચ રમેશ પોવારનો કૉન્ટ્રાક્ટ ટીમના આઇસીસી વર્લ્ડકપમાં અભિયાન સમાપ્ત થયાની સાથે જ ખતમ થઇ ગયો હતો, અને બીસીસીઆઇના નિયમો અનુસાર, તેને ફરીથી આ પદ માટે અરજી કરવી પડશે. નિરાશાજનક વર્લ્ડકપ અભિયાન મહિલાઓના ક્રિકેટમાં આમૂલચૂલ ફેરફાર લાવી શકે છે, કેમ કે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ) પ્રમુખ વીવીએસ લક્ષ્મણ દેશના ક્રિકેટરોની આગામી પેઢીને તૈયાર કરવામાં સક્રિય રીતે ભાગ લઇ રહ્યાં છે, ભારતીય મહિલા ટીમ વર્લ્ડકપ સેમિ ફાઇનલ સુધી પણ નથી પહોંચી શકી.
પોવારે ડબ્લ્યૂવી રમની જગ્યા લીધી હતી, તેને 2020માં ટીમને ટી20 વર્લ્ડકપ ફાઇનલ સુધી પહોંચાડી હતી, બીસીસીઆઇના વરિષ્ટ સુત્રએ કહ્યું કે પોવારનો કૉન્ટ્રાક્ટ વર્લ્ડકપ સુધી હતો, કૉન્ટ્રાક્ટ વધારવાની કોઇ જોગવાઇ નથી, એટલે પુરેપુરી પ્રક્રિયા અરજી ભરવા અને ઇન્ટરવ્યૂથી શરૂ થશે. પોવાર ચોક્કસ રીતે અરજી કરી શકે છે, અને સીએસી (ક્રિકેટ સલાહકાર સમિતી) બંધારણ અનુસાર, આના પર ફેંસલો કરેશે. બીસીસીઆઇના નિયમ અનુસાર તે કોચ બનવા માટે ફરી અરજી આપી શકે છે. જોકે બીસીસીઆઇ તેના સ્થાને એનસીએના વડા અને ભૂતપૂર્વ બેટસમેન વી.વી.એસ. લક્ષ્મણને મહિલા ટીમના કોચ તરીકેની જવાબદારી સોંપે તેવી શક્યતા છે. ખાસ વાત છે કે, એનસીએના પ્રમુખ લક્ષ્મણે ભારતીય મહિલા ટીમની વર્લ્ડ કપની તૈયારીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટીમની બેટ્ટર્સનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમને માર્ગદર્શન પણ આપ્યું હતુ. આમ છતાં ભારતીય ટીમ સેમિ ફાઈનલ સુધી પહોંચી શકી નહતી.
મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ભારતીય ટીમમાં બે સિનિયર પ્લેયર્સ વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા. આ બે ખેલાડીઓ કેપ્ટન મિતાલી રાજ અને હરમનપ્રીત હોવાનું મનાય છે, જેમની વચ્ચે લાંબા સમયથી તનાવની સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો......
આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ
CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......
પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે