IND vs ZIM: દીપક ચાહરે ઝિમ્બાબ્વેના ખેલાડીને અચાનક આપી 'માંકડ વોર્નિંગ', પછી શું થયું? જુઓ વીડિયો...
હરારે ખાતે આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતના કેપ્ટન કે.એલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
IND vs ZIM, 3rd ODI: હરારે ખાતે આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતના કેપ્ટન કે.એલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 289 રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે પોતાની પ્રથમ સદી ફટકારી હતી અને 97 બોલમાં 130 રન બનાવ્યા હતા.
દીપક ચાહરે આપી 'માંકડ વોર્નિંગ':
ભારતે આપેલા 290 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ઝિમ્બાવ્વેની ટીમે ધીમી શરુઆત કરી હતી. આ દરમિયાન પ્રથમ ઓવરમાં બોલિંગ કરવા દીપક ચાહર આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર દીપક બોલ ફેંકે તે પહેલાં નોન સ્ટ્રાઈકર એન્ડ પરથી આગળ વધી રહેલા ઝિમ્બાબ્વેના બેટ્સમેન ઈનોસેન્ટ કાઈયાના સ્ટંપની ગિલીઓ પાડી દીધી હતી. ઝિમ્બાબ્વેનો બેટ્સમેન આ દરમિયાન ચોંકી ગયો હતો. જો કે, દીપક ચાહરે ઈનોસેન્ટ કાઈયાને આઉટ આપવા માટે કોઈ અપિલ કરી નહોતી અને મેચ આગળ વધી હતી. આમ દીપક ચાહરે ઝિમ્બાબ્વેના બેટ્સમેનને વોર્નિંગ આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Deepak Chahar didn't Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl
— Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022
ચાહરે બેટ્સમેનને આઉટ આપવા અપિલ ના કરીઃ
ઉલ્લેખનીય છે કે, આ રીતે ક્રીઝ છોડી રહેલા બેટ્સમેનને આર. અશ્વિને આઉટ કર્યો હતો. આ રીતે નોન સ્ટ્રાઈકર એન્ડ પરથી ક્રીઝ છોડી રહેલા બેટ્સમેનને જો બોલર આ રીતે આઉટ કરે તો તેને 'માંકડ' આઉટ કહેવામાં આવતું હોય છે. જો કે, આજે દીપક ચાહરે આજે ઝિમ્બાબ્વેના બેટ્સમેનને આઉટ નહોતો કર્યો પરંતુ તેને બોલ ના ફેંકાય ત્યાં સુધી નોન સ્ટ્રાઈકર એન્ડ ના છોડવા માટે ચેતવણી આપી હતી.
આ પણ વાંચોઃ
Manish Sisodia Gujarat Visit: જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત
Gujarat Rain: ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Election: 2022ની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા