Gujarat Election: 2022ની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા
આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રાંતિજના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેંદ્રસિંહ બારૈયે પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ગાંધીનગરઃ આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રાંતિજના કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેંદ્રસિંહ બારૈયે પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે મહેંદ્રસિંહ બારૈયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મહેંદ્રસિંહ બારૈયાની સાથે પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મણીભાઈ પટેલ, તલોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરસિંહ ઝાલા, પ્રાંતિજ સમિતિના પૂર્વ પ્રમુખ અમરીશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ દેવ પટેલ, તલોદ શહેર કૉંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાયા હતા. તલોદ એપીએમસીના પૂર્વ ચેયરમેન વિનુભાઈ પટેલ, હરસોલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજુભાઈ રાવલ, પ્રાંતિજ એલસી સેલના પૂર્વ ચેયરમેન હરેશભાઈ રાઠોડ પણ ભાજપમાં જોડાયા હતા.
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રી અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/e59Qjny5kN
— BJP Gujarat (@BJP4Gujarat) August 22, 2022
યુવા ગ્રુપના આગેવાન જયેશ સોલંકી, તલોદ કૉંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ મહેંદ્ર પટેલ, પ્રાંતિજ એપીએમસીના પૂર્વ ચેયરમેન દિનેશ પટેલે પણ કેસરિયો ધારણ કર્યો હતો. તલોદ શહેર કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શનાભાઈ પટેલ , પ્રાંતિજ યુવા કૉંગ્રેસના પ્રમુખ મેહુલસિંહ સોલંકી, સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસના ઉપ પ્રમુખ પરમાર અમરતસિંહ ભાજપમાં જોડાયા હતા.સાબરકાંઠા જિલ્લા ક઼ંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ આશાબેન ચૌધરી, પ્રાંતિજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દિપ્તીબેન બ્રહ્મભટ્ટ, સાબરકાંઠા જિલ્લા મહિલા કૉંગ્રેસના ઉપપ્રમુખ સુશીલાબેન પરમાર, સાબરકાંઠા જિલ્લા કૉંગ્રેસના મહામંત્રી જયંતિભાઈ ચૌધરી, અને સાબરકાંઠા સોશલ મીડિયા કો ઓર્ડિનેટર ધવલસિંહ બારૈયા પણ ભાજપમાં જોડાયા હતા.
UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા