Gujarat Rain: ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Rain: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Monsoon: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 23 ઑગસ્ટે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમીરગઢમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં 16 મીમી, ધરમપુરમાં 14 મીમી, કપરાડામાં 13 મીમી, દિયોદરમાં 13 મીમી વરસાદ, વઘઈમાં 11 મીમી, લાખણીમાં 11 મીમી, ડાંગમાં 9 મીમી, ચિખલીમાં 8 મીમી, ખેરગામમાં 8 મીમી અને માળિયામાં 8 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. બીજી બાજુ જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 61 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 2019-2020માં 58 ઈંચની આસપાસ વરસાદ વરસ્યો હતો.
કોંગ્રેસના આ દિગ્ગજ મહિલા નેતાએ હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ, જાણો ડ્ર્ગ્સ કાંડને લઈ શું કહ્યું ?
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુપ્રિયા શ્રીનેતના અમદાવાદ પ્રવાસે આવ્યા છે. તેમણે ડ્રગ્સ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. સુપ્રિયા શ્રીનેતનાએ કહ્યું, ગુજરાત બાપુ અને સરદાર પટેલની ધરતી છે. આ પાવન ધરતીને નશાની બદીમાં કોણ ધકેલી રહ્યું છે ? સમગ્ર દેશમાં ગુજરાતના ખાનગી પોર્ટમાંથી ડ્રગ્સ પહોંચે છે, બાપુ અને સરદારની ધરતીમાં ડ્રગ્સ કાર્ટેલ ના મુળિયા મજબૂત થઈ રહ્યા છે, મુન્દ્રા અદાણી પોર્ટ પરથી જ કેમ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાય છે ?
આ ઉપરાંત તેમણે કહ્યું હવે તો ગુજરાતમાં ડ્રગ્સ બનાવવામાં આવે છે. મેડ ઈન ડ્રગ્સ ઈન ગુજરાત થવા લાગ્યું છે, છેલ્લા 3 મહિનામાં 4 ફેક્ટરી ગુજરાતમાં પકડાઈ છે. ગુજરાતની સરકાર ધૃતરાષ્ટ્ર બની ગઈ છે. ગુજરાતના ગૃહરજય મંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ. સંઘવી રાજીનામું ન આપે તો તેમને બરખાસ્ત કરવા જોઈએ. ગુજરાતના બજેટ જેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. 2017થી અત્યારસુધી રૂ. 2 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. ડ્રગ્સ પકડવામાં આવે છે, મોટી માત્રામાં હેરોઇન વેચાઈ જાય છે. ડ્રગ્સ લેવા માટેના સાધનો ગુજરાતની પાનની દુકાન પર સરળતાથી મળે છે. ગુજરાતના ડ્રગ્સના ગોરખધંધાને કોણ સપોર્ટ કરે છે?
નેતા સુપ્રિયા શ્રીનેતનાએ કહ્યું, ગુજરાતના ડ્રગ્સના ગોરખધંધાને કોણ સપોર્ટ કરે છે? સરકારે ખાનગી પોર્ટના માલિકોની પૂછપરછ કરી છે? ખાનગી પોર્ટમાંથી મળતા ડ્રગ્સ અંગે નવા નિયમો બનાવ્યા છે? CBI, NCB, ED આ તમામ એજન્સી ક્યાં છે. રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ બીજેપી વેબસાઈટ લોન્ચ કરી રહ્યા છીએ. આ વેબસાઇટના આધારે અમે એક ઝુંબેશ શરૂ કરી છે. તમામ લોકો આ મુહિમમાં જોડાઈને બાપુની ધરતી પરથી આ બદી દૂર કરે તેવી હાકલ છે.
હર્ષ સંઘવીને અપાયેલા મહેસુલ વિભાગ અંગે સુપ્રિયા શ્રીનેતના ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, ભાજપની આ નિર્જલલતા છે. હર્ષ સંઘવીનું રાજીનામું લેવાના બદલે વધારાનું ખાતું અપાયું છે. આ ભાજપની અસંવેદશીલતા છે.