વિવાદિત કમેન્ટ પર દિનેશ કાર્તિકે માગી માફી, ઓન એર કહ્યું ‘ફરીથી આવી ભૂલ નહીં થાય’
આ વિવાદીત કોમેન્ટ્રીથી લોકો નારાજ થયા છે અને તેને ટ્રોલ પણ કરી દીધો હતો.
![વિવાદિત કમેન્ટ પર દિનેશ કાર્તિકે માગી માફી, ઓન એર કહ્યું ‘ફરીથી આવી ભૂલ નહીં થાય’ dinesh karthik apologized for the controversial comment said will not be a mistake again વિવાદિત કમેન્ટ પર દિનેશ કાર્તિકે માગી માફી, ઓન એર કહ્યું ‘ફરીથી આવી ભૂલ નહીં થાય’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/4a1df6fbdce0ff59338edc348a417fea_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતના ક્રિકેટર દિનેશ કાત્રિકે રવિવારે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની વચ્ચે બીજી વનડેની કમેન્ટ્રી દ રમિયાન સેક્સિએસ્ટ કમેન્ટ કરવા માટે ઓન એર માફી માગી છે. કાર્તિકે પોતાની ભૂલ સ્વીકાર કરતાં કહ્યું કે, આ ચોક્કસપણે યોગ્ય નથી અને ભવિષ્યમાં કમેન્ટ્રી દમરિયાન શબ્દોનો યોગ્ય ઉપયોગ કરવાનું આશ્વાસન પણ આપ્યું.
બીજી વનડે દરમિયાન કાત્રિકે બેટની તુલના પાડોશીની પત્ની તરીકે કરી હતી, ત્યાર બાદ તાર્કિતની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી. જાણકારી અનુસાર મેચ દરમિયાન દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, ‘મોટાભાગના બેટ્સમેનને પોતાનું બેટ પસંદ નથી હોતું. પરંતુ બીજાનું બેટ પસંદ હોય છે, બેટ પડોશીની પત્નીની જેમ છે, જેને બેટ્સમેન વધારે પસંદ નથી કરતા.’ દિનેશ કાર્તિકે જે મંચથી ટિપ્પણી કરી હતી ત્યાંથી જમ ફી માગી છે.
નોંધનીય છે કે, દિનેશ કાર્તિકની આ વિવાદીત કોમેન્ટ્રીથી લોકો નારાજ થયા છે અને તેને ટ્રોલ પણ કરી દીધો હતો. ક્રિકેટ ફેન્સે ભારતીય કમેન્ટેટરને ટ્રોલ કર્યો અને આ કમેન્ટ કરવા બદલ માફી માંગવા માટે પણ કહ્યું છે.
દિનેશ કાર્તિકના આ ઓન એર માફીનામાને ફેન્સે કબૂલ કર્યુ અને તેનાથી ખુશ થયા અને કહ્યું કે, સારુ થયુ તમે તમારી ભૂલ માનીને માફી માગી લીધી.
WTCના ફાઇનલના બીજા દિવસે દિનેશ કાર્તિકે સાથી કોમેંટેટર નાસિર હુસેનને સ્લેજ કર્યો હતો. રોહિત શર્માની પ્રશંસા કરતી વખતે નાસિર હુસેને જણાવ્યું હતું કે રોહિત શોર્ટ બોલનો શાનદાર પૂલર છે. સ્પિન સામે પણ તે તેના પગલાનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. તે સકારાત્મકતા દર્શાવે છે. આ પછી દિનેશ કાર્તિકે નાસીરની મશ્કરી કરતા જણાવ્યું કે બરાબર, તમારા પગલાની વિપરિતી.
Dinesh Karthik clearly not keen to have his Sky contract renewed ... pic.twitter.com/SYbEKH0Sae
— Jason Mellor (@jmelloruk1) July 1, 2021
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેન પુલ શોટ રમી શક્તો ન હતો. દિનેશ કાર્તિકના કટાક્ષનો પણ આ જ અર્થ હતો. કાર્તિકની આ વાત સાંભળીને નાસિરે કહ્યું હતું કે તમે સ્લેજિંગ કરી રહ્યા છો. એ પછી બધા હસવા લાગ્યા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)