England World Cup 2023 Squad: વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ ધાકડ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
England World Cup 2023 Squad: ઈંગ્લેન્ડે બુધવારે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. આમાં બેન સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે 2022માં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
England World Cup 2023 Squad: ઈંગ્લેન્ડે બુધવારે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. આમાં બેન સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે 2022માં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ હવે તે નિવૃત્તિમાંથી પરત ફરશે. જોકે ઈંગ્લેન્ડે હજુ સુધી વર્લ્ડ કપ માટે કાયમી ટીમની જાહેરાત કરી નથી. પરંતુ સંભવતઃ આમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ICCએ ટ્વિટ કરીને આ સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે.
🚨 BREAKING: England have named their provisional 15-member squad for the @cricketworldcup 2023, with a few surprise selections 📝
— ICC (@ICC) August 16, 2023
Details 👇https://t.co/R8OaRRnZu8
ઈંગ્લેન્ડે સંભવિત ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. મહત્વની વાત એ છે કે આમાં હેરી બ્રુક અને જોફ્રા આર્ચરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આર્ચર કદાચ વર્લ્ડ કપમાં નહીં રમી શકે. ઈજા બાદ તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યુક રાઈટે કહ્યું કે આર્ચર માત્ર રિઝર્વ ખેલાડી તરીકે ટીમનો ભાગ હશે. આઈસીસી પર પ્રકાશિત સમાચાર અનુસાર, રાઈટે કહ્યું, આ તે ટીમ છે જેની સાથે અમે આગળ વધીશું.
સ્ટોક્સનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું, ટીમને ખૂબ જ સંતુલિત રાખવામાં આવી છે. બેન સ્ટોક્સની વાપસી ક્વાલિટીમાં વધારો કરશે. તેની પાસે મેચ જીતાડવાની ક્ષમતા છે. નેતૃત્વમાં પણ તે આગળ છે. મને લાગે છે કે ચાહકો સ્ટોક્સની વાપસીનો આનંદ માણશે.
Ben Stokes already belongs in that upper echelon of all-time greats, but the England all-rounder has a chance to elevate his legacy further 👊#CWC23https://t.co/2x0xe3NAkj
— ICC (@ICC) August 16, 2023
મહત્વપૂર્ણ છે કે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડે હજુ સત્તાવાર રીતે આઈસીસીને વર્લ્ડ કપ માટે ખેલાડીઓના નામ આપ્યા નથી. પરંતુ ટૂંક સમયમાં જ ઈંગ્લેન્ડ બોર્ડ આઈસીસીને ટીમને સુપરત કરી શકે છે.
ઈંગ્લેન્ડની સંભવિત વર્લ્ડ કપ ટીમ: જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કુરેન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ , ક્રિસ વોક્સ.