Indian Women Cricket Team: ભારતની આ દિગ્ગજ ક્રિકેટરે લીધી નિવૃત્તિ, લોર્ડ્સમાં રમશે છેલ્લી મેચ
Team India: ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી છે.
Team India: ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી છે. તાજેતરમાં, તે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા વનડે ટીમમાં પરત ફરી છે. ભારતીય ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે બે સપ્તાહના ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે. આ દરમિયાન તે ત્રણ T20 મેચ અને 3 વન ડે મેચ રમશે.
આ તારીખે છેલ્લી મેચ રમાશે
ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ ત્રણ મહિનામાં ઝૂલન ગોસ્વામી 40 વર્ષની થઈ જશે, તે 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે તેની છેલ્લી મેચ રમશે. તમને જણાવી દઈએ કે ઝુલન ગોસ્વામી મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. આ સાથે જ મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ઝુલન ગોસ્વામીએ આ વર્ષે માર્ચમાં ન્યૂઝીલેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી વનડે મેચ રમી હતી.
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ
ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસમાં પહેલા T20 સિરીઝ અને પછી વન ડે સિરીઝ રમાશે. T20 શ્રેણીની મેચો (10 સપ્ટેમ્બર), ડર્બી (13 સપ્ટેમ્બર) અને બ્રિસ્ટોલ (15 સપ્ટેમ્બર)ના રોજ રમાશે, જ્યારે વનડે મેચ હોવ (18 સપ્ટેમ્બર), કેન્ટ્રબરી (21 સપ્ટેમ્બર) અને લોર્ડ્સ (24 સપ્ટેમ્બર)માં રમાશે. . ઝુલન ગોસ્વામી 2022 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય T20 ટીમનો ભાગ નહોતી.
ઝુલન ગોસ્વામીની કારકિર્દી
ઝુલન ગોસ્વામી વિશ્વની સૌથી સફળ બોલરોમાંની એક છે. ઝુલન ગોસ્વામીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 12 ટેસ્ટ મેચમાં 44 વિકેટ ઝડપી છે. તેણે ભારત માટે 201 વનડે રમી છે, જેમાં તેના નામે 252 વિકેટ છે. બીજી તરફ ઝુલન ગોસ્વામીએ 68 ટી20 મેચમાં 56 વિકેટ લીધી છે.
આ પણ વાંચોઃ
Photos: દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ જન્માષ્ટમી, અમિત શાહે અમદાવાદમાં કરી પૂજા અર્ચના
Somalia Attack: સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, 10 લોકોનાં મોત
Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા