શોધખોળ કરો

Happy Birthday Sunil Gavaskar: ...તો ક્રિકેટર નહી પરંતુ માછીમાર હોત સુનીલ ગવાસ્કર, બાળપણમાં જ માતાપિતાનો છૂટી ગયો હોત સાથ !

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગવાસ્કર આજે (10 જુલાઈ) 74 વર્ષના થયા

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગવાસ્કર આજે (10 જુલાઈ) 74 વર્ષના થયા. ક્રિકેટની દુનિયામાં 'લિટલ માસ્ટર'ના નામથી જાણીતા સુનીલ ગવાસ્કરે ઘણા રેકોર્ડ બનાવ્યા. ગવાસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન અને 34 સદી ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા. સુનીલ ગવાસ્કરે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી, જે આજે પણ ચાહકોને યાદ હશે.

આ ઘટના ગવાસ્કર સાથે હોસ્પિટલમાં બની હતી

મહાન ઓપનર સુનીલ ગવાસ્કરના ક્રિકેટ કરિયર સાથે જોડાયેલી ઘણી વાતો છે, પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી એક એવી ઘટના જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જન્મ પછી તરત જ સુનીલ ગવાસ્કર સાથે હોસ્પિટલમાં એક એવી ઘટના બની જે તેની આખી જીંદગી બદલી શકે તેમ હતી અને કદાચ તેઓ આજે ક્રિકેટર પણ બન્યા ના હોત. વાસ્તવમાં, સુનીલ ગાવસ્કરે તેમની આત્મકથા 'સની ડેઝ'માં કહ્યું છે કે 'હું ક્યારેય ક્રિકેટર બન્યો ના હોત અને ના તો આ પુસ્તક લખાયું હોત... જો મારા જીવનમાં નારાયણ માસુરકર ના હોત.'

ગવાસ્કરે કહ્યું હતું કે , 'જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે તેઓ (જેને મેં પાછળથી નાન-કાકા તરીકે બોલાવ્યા) મને હોસ્પિટલમાં મળવા આવ્યા અને તેમણે મારા કાન પર બર્થમાર્ક જોયું. બીજા દિવસે તે ફરીથી હોસ્પિટલ આવ્યા અને તેમણે જે બાળકને ઉપાડ્યું તેના કાન પર નિશાન નહોતું. ત્યારબાદ સમગ્ર હોસ્પિટલમાં બાળકોની તપાસ કરવામાં આવી હતી. જે બાદ હું માછીમારની પત્ની પાસે સૂતેલો મળી આવ્યો હતો.

...તો આજે હું માછીમાર હોત: ગવાસ્કર

ગવાસ્કરે કહ્યું હતું કે 'હોસ્પિટલની નર્સે ભૂલથી મને ત્યાં સૂવડાવી દીધો હતો. બાળકોને નવડાવતી વખતે કદાચ તે બદલાઈ ગયો હતો. કાકાએ એ દિવસે ધ્યાન ન આપ્યું હોત તો કદાચ આજે હું માછીમાર હોત.' નોંધનીય છે ક સુનીલ ગવાસ્કરની ક્રિકેટ કારકિર્દી ઘડવામાં તેમના પિતા મનોહર ગવાસ્કરની સાથે માતા મીનલનું પણ મહત્વનું યોગદાન હતું. સુનીલ ગવાસ્કર બાળપણમાં ટેનિસ બોલથી રમતા હતા અને તેમની માતા તેમની સામે બોલિંગ કરતી હતી.

સુનીલ ગવાસ્કરે વર્ષ 1971માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામેની તે ડેબ્યુ સીરિઝમાં ગવાસ્કરે 4 ટેસ્ટમાં રેકોર્ડ 774 રન (એક બેવડી સદી અને ત્રણ અડધી સદી સહિત 4 સદી) બનાવ્યા હતા. આ દરમિયાન ગવાસ્કરની એવરેજ 154.80 હતી. ડેબ્યૂ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો આ હજુ પણ વર્લ્ડ રેકોર્ડ છે.

સુનીલ ગવાસ્કરે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ત્રણ-ત્રણ વખત સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. 1971માં ડેબ્યૂ સિરીઝમાં તેણે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 124 અને 220 રનની ઈનિંગ્સ રમી હતી. આ પછી તેણે 1978માં કરાચી ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ 111 અને 137 રનની ઇનિંગ્સ રમી હતી, જેને ચાહકો આજે પણ યાદ કરે છે. તે જ વર્ષે તે વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારવામાં પણ સફળ રહ્યા હતા. ગવાસ્કરે કોલકાતા ટેસ્ટમાં 107 અને 182 રનની ઇનિંગ્સ રમી હતી.

ગવાસ્કરનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ આવો હતો

સુનીલ ગવાસ્કરે કુલ 125 ટેસ્ટ મેચ રમી અને 16 વર્ષ (1971-1987)ની તેમની ટેસ્ટ કારકિર્દીમાં 10,122 રન બનાવ્યા, જેમાં 34 સદી અને 45 અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં ગવાસ્કરની બેટિંગ એવરેજ 51.12 હતી. તેમનો 34 સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરે 2005માં તોડ્યો હતો. ગવાસ્કરે 108 વનડેમાં 35.13ની એવરેજથી 3092 રન બનાવ્યા છે. તેમણે વન-ડેમાં માત્ર એક જ સદી ફટકારી તે પણ 107મી મેચમાં ફટકારી હતી. ગવાસ્કર 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતા.

સુનીલ ગવાસ્કરે 47 ટેસ્ટ અને 37 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં ગવાસ્કરની કેપ્ટનશીપ હેઠળ ભારતે 9 મેચ જીતી અને 8 હારી, જ્યારે 30 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતે વન-ડે ઈન્ટરનેશનલમાં ગવાસ્કરની કેપ્ટનશીપમાં 14 મેચ જીતી હતી, જ્યારે ટીમને 21માં હારનો સામનો કરવો પડ્યો હતો અને બે મેચ ડ્રો રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget