શોધખોળ કરો
Advertisement
World Cup 2023: સેમીફાઈનલની 4 ટીમો થઈ ફાઈનલ, જાણો કઈ ટીમ કોની સામે ટકરાશે અને ક્યા જોઈ શકાશે મેચ
ICC Cricket World Cup 2023: આ વર્લ્ડ કપની ટોપ-4 ટીમ આખરે મળી ગઈ છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.
ICC Cricket World Cup 2023: આ વર્લ્ડ કપની ટોપ-4 ટીમ આખરે મળી ગઈ છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રેસ ચાલી રહી હતી, પરંતુ હવે સત્તાવાર રીતે ન્યૂઝીલેન્ડની ટીમે પોઈન્ટ ટેબલમાં નંબર-4 પર પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં હવે સેમીફાઈનલનું ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. આવો અમે તમને જણાવીએ કે આવતા અઠવાડિયે યોજાનારી બે સેમી ફાઈનલ મેચ ક્યારે અને ક્યાં યોજાશે અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકાય છે.
ICC announces ICC World Cup 2023 semi-final matches.
India Vs New Zealand to take place on 15th November in Mumbai
South Africa Vs Australia to take place on 16th November in Kolkata pic.twitter.com/6FeJgn2cff — ANI (@ANI) November 11, 2023
પ્રથમ સેમિ-ફાઇનલ મેચની વિગતો
- આ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.
- આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
- આ મેચ 15 નવેમ્બર, 2023ના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
- ટીવી પર આ મેચ જોવા માટે, દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકે છે.
- મોબાઈલ પર આ મેચ જોવા માટે દર્શકોએ પોતાના મોબાઈલ ફોનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે, જેમાં દર્શકો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ બિલકુલ ફ્રી જોઈ શકશે.
બીજી સેમી ફાઈનલ મેચની વિગતો
- આ વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ પોઈન્ટ ટેબલની બીજી અને ત્રીજી ટીમો એટલે કે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
- આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
- આ મેચ 16 નવેમ્બર 2023ના રોજ બપોરે 2 વાગ્યાથી રમાશે.
- ટીવી પર આ મેચ જોવા માટે, દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર આ મેચ જોઈ શકશે.
- મોબાઈલ પર આ મેચ જોવા માટે, દર્શકોએ તેમના મોબાઈલ ફોનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે, જેમાં દર્શકો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ બિલકુલ ફ્રીમાં જોઈ શકશે.
આ પણ વાંચો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion