શોધખોળ કરો

ICC Cricket World Cup: હવે ચાર વર્ષ વધુ ઇન્તજાર, જાણો ક્યારે ને ક્યાં રમાશે નેક્સ્ટ વર્લ્ડકપ

આ બીજી વખત બનશે જ્યારે આફ્રિકન ખંડમાં વર્લ્ડકપ રમાશે. આ પહેલા વર્લ્ડકપ 2003નું પણ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતું

Next Cricket World Cup: વર્લ્ડકપ 2023ની ફાઇનલ પુરી થઇ ગઇ છે, વનડે ક્રિકેટને નવું ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના રૂપમાં મળી ગયુ છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ ટીમ ઇન્ડિયા અહીં ટ્રૉફી ઉપાડવાનું ચૂકી ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાના હાથમાં વર્લ્ડકપની ટ્રોફી જોવા માટે વધુ ચાર વર્ષ રાહ જોવી પડશે. ODI ક્રિકેટમાં આગામી વર્લ્ડકપ હવે વર્ષ 2027માં રમાવવાનો છે. આ વર્લ્ડકપની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરી રહ્યા છે. ત્રણેય દેશો સાથે મળીને આગામી વર્લ્ડકપની યજમાની કરશે.

આ બીજી વખત બનશે જ્યારે આફ્રિકન ખંડમાં વર્લ્ડકપ રમાશે. આ પહેલા વર્લ્ડકપ 2003નું પણ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી કેન્યાએ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે વિશ્વકપની મેચોની યજમાની કરી. તે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયા હતા પરંતુ કેન્યા સેમિફાઈનલમાં પહોંચી હતી. કેન્યાને સેમિફાઇનલમાં ભારતીય ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

20 વર્ષ પહેલા આફ્રિકામાં આયોજિત આ વર્લ્ડકપ ટીમ ઈન્ડિયા માટે યાદગાર રહ્યો હતો. ભારતીય ટીમ 1983 બાદ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. જો કે તે પછી પણ ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ દેશોનું ક્વૉલિફિકેશન પાક્કુ 
યજમાન હોવાને કારણે, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વર્લ્ડકપ 2027 રમશે તે નક્કી છે પરંતુ નામિબિયા સાથે આવું થશે નહીં. તેણે આગામી કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનના આધારે પોતાનું સ્થાન બનાવવું પડશે. નામિબિયાની વર્લ્ડકપમાં પ્રવેશની ફૉર્મ્યૂલા અન્ય ટીમોની જેમ જ રહેશે.

કેટલી ટીમો લેશે ભાગ અને કઇ રીતે મળશે એન્ટ્રી ?
આગામી વર્લ્ડકપમાં 14 ટીમો ભાગ લેશે. આમાંથી બે ટીમો પહેલેથી જ નક્કી છે. આ પછી, ICC ODI રેન્કિંગમાં ટોચની 8 ટીમોને વર્લ્ડકપ પહેલા એક નિશ્ચિત સમય મર્યાદા માટે સીધી વર્લ્ડકપની ટિકિટ મળશે. બાકીની ચાર ટીમો ક્વૉલિફાયર મેચો દ્વારા ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી શકશે.

શું હશે ફૉર્મેટ ?
વર્લ્ડકપ 2027માં દરેક 7 ટીમોના બે ગ્રુપ હશે. અહીં રાઉન્ડ રોબિન તબક્કા પછી બંને ગૃપમાંથી ટોચની 3 ટીમો આગળના તબક્કામાં જશે, એટલે કે બીજા રાઉન્ડમાં 6 ટીમો હશે. એક ગ્રુપની ટીમ બીજા ગ્રુપની તમામ ટીમો સામે એક-એક મેચ રમશે. આ રીતે દરેક ટીમ આ રાઉન્ડમાં 3 મેચ રમશે. આ તબક્કામાં બે ટીમો બહાર થઈ જશે અને પછી સેમિફાઈનલ મેચ રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસોSurat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસBanaskantha: વાસણ ગામે દીપડાનો આંતક, બે લોકો પર કર્યો જીવલેણ હુમલો Watch VideoKutch: પૂર્વ કચ્છની પોલીસે તોફાનીઓને આપ્યું અલ્ટીમેટમ,હવે ગુનો કરશો તો ગયા સમજો...

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
Embed widget