ICC Mens ODI Player Ranking: વન ડે ક્રિકેટનો બાદશાહ બન્યો Mohammad Siraj, આ દિગ્ગજોને પછાડી બન્યો નંબર 1 બોલર
Mohammad Siraj News: ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર છેલ્લા થોડા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.
Mohammad Siraj : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ મંગળવારે ક્લીન સ્વીપ કર્યું હતું. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ કીવી ટીમને 90 રને હરાવીને નંબર 1 ODI ટીમ બની. આ સિરીઝની વાત કરીએ તો ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે બે મેચ રમીને તબાહી મચાવી હતી. સિરાજને આ પ્રદર્શન માટે ICC દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે અને તે ODIમાં નંબર 1 બોલર બની ગયો છે.
મોહમ્મદ સિરાજે દિગ્ગજોને પાછળ છોડી દીધા
હકીકતમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે ODI રેન્કિંગ જાહેર કરી. જેમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વનો નંબર 1 ODI બોલર બન્યો છે. સિરાજને 729 પોઈન્ટ મળ્યા છે અને આ સાથે તે ટોપ પર પહોંચી ગયો છે. સિરાજે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ડ બોલ્ટને પાછળ છોડી દીધો છે, જેની પાસે માત્ર 727 પોઈન્ટ છે, જ્યારે આ યાદીમાં મિચેલ સ્ટાર્ક, રાશિદ ખાન અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલર પણ છે, પરંતુ તેઓ પણ સિરાજની સામે નિષ્ફળ જાય છે.
સિરાજની ODI કારકિર્દી
મોહમ્મદ સિરાજે ભારત માટે 21 વનડે રમી છે અને ખતરનાક પ્રદર્શન કરતા 38 વિકેટ લીધી છે. સિરાજે શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં અને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં સતત ચાર વિકેટ લીધી હતી અને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
🚨 There's a new World No.1 in town 🚨
— ICC (@ICC) January 25, 2023
India's pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men's ODI Bowler Rankings 🔥
More 👇
વન ડે બાદ હવે ટી20માં અસલી ટેસ્ટ
ભારતે ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં ખરાબ રીતે હરાવ્યું હતું. તેણે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. તેની પ્રથમ મેચ શુક્રવારે રાંચીમાં રમાશે. આ મેચ રાંચીના સ્ટેડિયમમાં રમાશે. અહીં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. હવે ફરી એકવાર ભારતીય ટીમ 27 જાન્યુઆરીએ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે.
જો આપણે રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો તે સારો રહ્યો છે. ટીમ ઈન્ડિયા અહીં અત્યાર સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ભારતે અહીં ફેબ્રુઆરી 2016માં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2017માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2021માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.