ICC Test Rankings: ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન બન્યો કેન વિલિયમ્સન, ટોપ-10માં ફક્ત એક ભારતીય
લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર સ્ટીવ સ્મિથના 882 રેટિંગ પોઈન્ટ છે
Kane Williamson Becomes Number One Test Batter: ન્યૂઝિલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમ્સન 5 જૂલાઈના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્ધારા જાહેર કરાયેલા ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ ટીમનો પૂર્વ કેપ્ટન IPLની 16મી સીઝનમાં ઈજાગ્રસ્ત થયો ત્યારથી મેદાનની બહાર છે. તાજેતરની ICC ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં વિલિયમ્સનના 883 રેટિંગ પોઈન્ટ છે. બીજી તરફ લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર સ્ટીવ સ્મિથના 882 રેટિંગ પોઈન્ટ છે.
An entertaining #Ashes Test at Lord’s led to major changes at the top of the @MRFWorldwide ICC Men’s Test Batting Rankings 👀#ICCRankings | Details 👇https://t.co/zI3BcvjVnJ
— ICC (@ICC) July 5, 2023
ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનમાં માત્ર એક ભારતીય ખેલાડીનું નામ સામેલ છે. ટેસ્ટમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ટોપ 10 બેટ્સમેનની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય ખેલાડી છે. પંત કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદથી મેદાનમાં પરત ફરી શક્યો નથી. તાજેતરના રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ સિવાય માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ ત્રીજા અને ચોથા સ્થાન પર છે. સાતમા નંબર પર ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાનું નામ છે.
અશ્વિને ટેસ્ટમાં નંબર 1 બોલરનું સ્થાન જાળવી રાખ્યું
ભારતીય ટીમનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન તાજેતરની ICC ટેસ્ટ બોલર્સના રેન્કિંગમાં પોતાનું નંબર-1નું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. અશ્વિન પાસે હાલમાં 860 રેટિંગ છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ 826 રેટિંગ પોઈન્ટ સાથે બોલિંગમાં રેન્કિંગમાં બીજા સ્થાને છે. અશ્વિન ઉપરાંત જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા પણ ટોપ-10 બોલરોમાં ભારત તરફથી 8મા અને 9મા સ્થાને છે.
ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા નંબર વન
ઓલરાઉન્ડર ખેલાડીઓના ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન જોડી પ્રથમ બે સ્થાન પર છે. જ્યાં જાડેજા 434 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે તો અશ્વિન 352 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ સિવાય જો રૂટ પણ 272 રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં 7મા સ્થાને પહોંચી ગયો છે.
વર્લ્ડકપમાંથી ટીમ બહાર થતાં જ આ ક્રિકેટરને લાગ્યો આઘાત
ક્રિકેટની દુનિયામાં અત્યારે સૌથી મોટી મહાકુંભ વનડે વર્લ્ડકપને લઇને એક પછી એક મોટા અપડેટ સામે આવી રહ્યાં છે, હવે આ ટૂર્નામેન્ટને લઇને એક ચોંકાવનારુ અપડેટ સામે આવ્યુ છે. ચાર વર્ષે રમાતા વનડે વર્લ્ડકપમાં દરેક દેશની ટીમ વર્લ્ડકપ રમવાનું સપનું જુએ છે. જોકે, આ વખતે ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડની ટીમો જોવા નહીં મળે. ખરેખરમાં, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે ઉપરાંત આયર્લેન્ડ પણ આ વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ નથી કરી શક્યુ, ખાસ વાત છે કે, પોતાની ટીમ વનડે વર્લ્ડકપની રેસમાંથી બહાર ફેંકાઇ જતા આયરલેન્ડના કેપ્ટનને મોટો આઘાત લાગ્યો છે, ક્વૉલિફાયર રાઉન્ડમાં મળેલી હાર બાદ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે