IND vs AUS: ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને હજુ સુધી નથી મળ્યા ભારતના વિઝા, મીમ શેરી વ્યક્ત કર્યું દુઃખ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે
![IND vs AUS: ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને હજુ સુધી નથી મળ્યા ભારતના વિઝા, મીમ શેરી વ્યક્ત કર્યું દુઃખ IND vs AUS Test Series: Usman Khawaja Missed The Team’s Flight To India Due To A Visa Delay IND vs AUS: ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાને હજુ સુધી નથી મળ્યા ભારતના વિઝા, મીમ શેરી વ્યક્ત કર્યું દુઃખ](https://wcstatic.abplive.in/en/prod/wp-content/uploads/2017/10/1043gallery-image-344856694.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Usman Khawaja: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ભારત પહોંચી ગઈ છે, પરંતુ ઉસ્માન ખ્વાજા આ ટીમ સાથે ભારત પહોંચ્યો નથી. તેને અત્યાર સુધી ભારતીય વિઝા મળી શક્યા નથી. આ ઓસ્ટ્રેલિયન ઓપનરે એક મીમ દ્વારા તેનું દર્દ વ્યક્ત કર્યું હતું.
View this post on Instagram
ઉસ્માન ખ્વાજાએ ઈન્સ્ટાગ્રામ પર ફેમસ ટીવી સીરિઝ 'નાર્કોસ'ની તસવીર શેર કરી છે. આ તસવીરમાં પાબ્લો એસ્કોબારનું પાત્ર ભજવતા અભિનેતા વેગનર મોરા ઝૂલા પર બેસીને કંઈક વિચારતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મીમ્સમાં આ તસવીરનો ઉપયોગ થાય છે. ઉસ્માન ખ્વાજાએ આ તસવીર શેર કરી અને લખ્યું કે તે પણ તેના ભારતીય વિઝાની રાહ જોઈ રહ્યો છે.
Let's go boys! 💪🇦🇺 https://t.co/88oAnYO3Zl
— Cricket Australia (@CricketAus) February 1, 2023
ઉસ્માન ખ્વાજાની આ પોસ્ટ પર ક્રિકેટ ચાહકો રિએક્શન આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ભારતીય ટીમ ઇન-ફોર્મ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાથી ડરે છે, તેથી તેને વિઝા નથી આપવામાં આવી રહ્યા, તો કેટલાક વિઝા ન મળવાનું કારણ તેના પાકિસ્તાન કનેક્શનને જણાવી રહ્યા છે. નોંધનીય છે કે ઉસ્માન ખ્વાજા પાકિસ્તાન મૂળનો છે અને પાકિસ્તાનના નાગરિકોને ભારતીય વિઝા આપવા માટે એક ખાસ પ્રક્રિયા છે. આ કારણોસર પાકિસ્તાની નાગરિકો અથવા પાકિસ્તાની મૂળના વિદેશી નાગરિકોને ભારતીય વિઝા મેળવવામાં વિલંબ થઈ શકે છે.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, પીટર હેન્ડ્સ્કૉમ્બ, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, નાથન લિયૉન, લાન્સ મૉરિસ, ટૉડ મર્ફી, મેથ્યૂ રેનેશૉ, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, ડેવિડ વૉર્નર
ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
ઓસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસ પર ચાર મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9-13 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ 17-21 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ 1-5 માર્ચ અને ચોથી ટેસ્ટ 9-13 માર્ચ સુધી રમાશે. આ પછી પ્રથમ વનડે 17 માર્ચ, બીજી વનડે 19 માર્ચ અને ત્રીજી વનડે 22 માર્ચે રમાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)