Surat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈ
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈ. એક પરિવારને ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષનો બીમાર યુવક સાજો થઈ જશે તેમ કહી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરાતુ હોવાનો હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો. એટલુ જ નહીં. યુવકનું બીમારી બાદ મોત થતા આજે ફરી ચર્ચથી અમુક લોકો દબાણ કરવા આવ્યા હોવાનો પણ હિન્દુ મહાસભાએ આરોપ લગાવ્યો. હિન્દુ મહાસભાનો આરોપ છે યુવકના મોત બાદ ચર્ચથી અમુક લોકો કોફીન લઈને આવ્યા હતા અને ખ્રિસ્તી ધર્મ અનુસાર યુવકની અંતિમવિધી કરવા પરિવારજનોને દબાણ કરતા હતા.. જો કે આ વાતની જાણ હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.. અને ચર્ચથી આવેલા લોકોને ત્યાંથી તગેડી મુક્યા હતા.. એટલુ જ નહીં.. ફરી વખત હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા દબાણ ન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી..



















