IND vs BAN: વનડેમાં ભારત-બાંગ્લાદેશ આમને સામને 35 વાર ટકરાઇ ચૂક્યા છે, જાણો કોણું પલડુ રહ્યું છે ભારે
ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી.
India vs Bangladesh Head to Head: ભારત અને બાંગ્લાદેશની ટીમ આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવા માટે ઉતરી રહી છે. બન્ને વચ્ચે રવિવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમા સીરીઝની પહેલી વનડે રમાશે, આ સીરીઝ પહેલા છેલ્લી વનડેમા સીરીઝમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યુ હતુ. આવામાં આજે તમને બતાવી રહ્યાં છે કે વનડેમાં ભારત કે બાંગ્લાદેશ કોણ કોના પર ભારે પડી રહ્યું છે.
ભારત અને બાંગ્લાદેશના હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યાર સુધી કુલ 35 વનડે મેચો રમાઇ છે, આમાં ટીમ ઇન્ડિયાએ આ 35 વનડે મેચોમાં 30 મેચો પોતાના નામે કરી છે. વળી, બાંગ્લાદેશ માત્ર 5 વનડે મેચ ભારત સામે જીત્યુ છે, આવામાં આંકડાઓ ધ્યાનમાં રાખીએ તો ભારતનુ પલડુ ભારે લાગી રહ્યું છે.
જોકે, ભારતે 4 વર્ષ પહેલા વનડે સીરીઝ માટે બાંગ્લાદેશ ગઇ હતી, તે સીરીઝમાં ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશે 1-2થી માત આપી હતી. આવામાં બાંગ્લાદેશની ટીમ ગઇ વનડે સીરીઝની જેમ આ વખતે પણ ભારતને હરાવીને ચોંકાવી શકે છે. વળી, ભારતીય ટીમ પોતાની ગઇ સીરીઝની હારને ભૂલીને બદલો લેવા ઉતરશે.
શેર-એ-બાંગ્લામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ -
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 19 ઇન્ટરનેશનલ મેચો રમી છે. આ મેચમાં ભારતને 3 વાર યજમાન બાંગ્લાદેશની ટીમના હાથે હાર ઝીલવી પડી છે. જ્યારે ટીમ ઇન્ડિયાને અહીં 8 મેચોમાં જીત મળી છે. બાંગ્લાદેશ ઉપરાંત આ શેર-એ-બાંગ્લા મેદાન પર ભારતે 2-2 વાર પાકિસ્તાન અને શ્રીલંકા અને 1 વાર અફઘાનિસ્તાને હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુલ મળીને ટીમ ઇન્ડિયાએ શેર-એ-બાંગ્લા મેદાન પર 13 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
IND vs BAN: આજે ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદ પડશે કે નહીં ? જાણો ઢાકામાં આજનું હવામાન
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે.