શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: અશ્વિને રચ્યો ઈતિહાસ, બેન સ્ટોક્સને રેકોર્ડ 11મી વખત આઉટ કર્યો
ભારત તરફતી અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર ચોથો બોલર છે. ટેસ્ટ ક્રિકેટમાં જોકે અશ્વિન બીજો સૌથી ઝડપી 400 વિકેટ લેનાર બોલર છે.
IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાઈ રહેલ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં આર અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું છે. આર અશ્વિને ત્રીજી ટેસ્ટ મેચમાં 400 વિકેટની ખાસ સિદ્ધી મેળવી છે. ઉપરાંત સમગ્ર સીરિઝમાં અશ્વિને ઇંગ્લેન્ડના વાઈસ કેપ્ટન બેન સ્ટોક્સને પૂરી રીતે નિયંત્રણમાં રાખ્યો હતો.
અશ્વિને 400 વિેકેટ સુધી પહોંચવાની સિદ્ધીમાં બેન સ્ટોક્સને સૌથી વધારે વખત આઉટ કર્યો છે. અશ્વિને પોતાની અત્યાર સુધીની 77 ટેસ્ટ મેચની કારકિર્દીમાં સ્ટોક્સને 11 વખત ટેસ્ટ મેચમાં આઉટ કર્યો છે. ત્યાર બાદ તેણે ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને 10 વખત આઉટ કર્યો છે. ભારતીય ઓફ સ્નિપર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલેસ્ટેર કુકને નવ વખત અને ઓસ્ટ્રેલિયાના એડ કોવેન અને જેમ્સ એન્ડરસનને સાત સાત વખત આઉટ કર્યા છે.
ભારત તરફતી અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર ચોથો બોલર છે. ટેસ્ટ ક્રિકેટમાં જોકે અશ્વિન બીજો સૌથી ઝડપી 400 વિકેટ લેનાર બોલર છે. મુરલીધરને 2002માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 72 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં અશ્વિને પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પોતાની ઈનિંગમાં માત્ર 81 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીત માટે 49 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત માટે અક્ષર પટેલે 5 અને અશ્વિને ચાર વિકેટ ઝટપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement