શોધખોળ કરો
Ind vs Eng: મોટેરામાં બની બે પ્રકારની પીચો, કેવી છે પીચ ને કોણે કરશે સૌથી વધુ મદદ, જાણો વિગતે
આગામી 24 ફેબ્રુઆરીથી બન્ને વચ્ચે વચ્ચે સીરીઝમાં આગળ વધવા માટે ટકરાશે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ ખબર સામે આવી છે જે પ્રમાણે મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બે પ્રકારની પીચો બની રહી છે

(તસવીરઃ ટ્વીટર પરથી)
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. આગામી 24 ફેબ્રુઆરીથી બન્ને વચ્ચે વચ્ચે સીરીઝમાં આગળ વધવા માટે ટકરાશે. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ ખબર સામે આવી છે જે પ્રમાણે મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બે પ્રકારની પીચો બની રહી છે. મોટેરામાં બે પીચો.... ગુજરાત ક્રિકેટ એસોસિએશના એક અધિકારી અનુસાર, મોટેરામાં બે પ્રકારની પીચો તૈયાર કરવામાં આવી છે. એક પીચમાં કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પર ગતિ અને વધુ ઉછાલ જોવા મળશે અને આ ફાસ્ટ બૉલરોને મદદરૂપ સાબિત થશે. બીજી પીચ કાળી માટીથી તૈયાર કરવામાં આવી છે. આના પર ટર્ન અને બાઉન્સ જોવા મળશે, જે સ્પીન બૉલરોને મદદ કરશે. સાથે તેમને કહ્યું કે બન્ને પીચો પર સારુ એવુ ઘાસ છે, જેના કારણે એ કહેવુ મુશ્કેલ છે કે આ કયા પ્રકારનુ વર્તાવ કરશે. મોટેરાનુ સ્ટેડિયમ પણ છે નવુ.... મોટેરાનુ આ સ્ટેડિયમ પણ હાલમાં જ બનીને તૈયાર થયુ છે. હવે અહીં કેટલીક ટી20 મેચો જ રમાઇ છે, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારી અનુસાર ટી20ની મેચ માત્ર 40 ઓવર સુધી જ ચાલે છે, અને આના આધાર પર પીચના વર્તાવ પર અંદાજો નથી કાઢી શકાતો.
વધુ વાંચો




















