શોધખોળ કરો

IND vs NZ, 1st Test Day 1 Stumps: પ્રથમ દિવસના અંતે ભારત મજબૂત સ્થિતિમાં, અય્યર-જાડેજાની ફિફ્ટી

IND vs NZ 1st Test: મેચમાં ભારતના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. એક સમયે ભારતનો સ્કોર 145 રન પર 4 વિકેટ હતો.

IND vs NZ, 1st Test, Day 1 Highlights: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 50 અને ડેબ્યૂમેન શ્રેયસ અય્યર 75 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 અને સાઉથીએ 1 વિકેટ લીધી હતી.

લંચ બ્રેક સુધીમાં બનાવ્યા હતા 82 રન

પ્રથમ દિવસે લંચ બ્રેક સમયે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 82 રન હતો. શુભમન ગિલ 52 અને પુજારા 15 રને રમતમાં હતા. ગિલને 0 રને એમ્પાયરે એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો, પરંતુ તેણે ડીઆરએસ લીધો હતો અને નોટઆઉટ જાહેર થયો હતો. મયંક અગ્રવાલ 13 રન બનાવી જેમિસનની ઓવરમાં આઉટ થયો હતો.

બીજું સત્ર ન્યૂઝીલેન્ડના નામે

ટી બ્રેક સમયે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 154 રન હતો. બીજા સત્રમાં ભારતે 72 રન બનાવી ગિલ (52 રન), પૂજારા (26 રન) અને રહાણે (35 રન)ની વિકેટ ગુમાવી હતી. બીજું સત્ર ન્યૂઝીલેન્ડના નામે રહ્યું હતું.

ત્રીજા સત્રમાં છવાયા જાડેજા, અય્યર

ટેસ્ટ મેચના પ્રથમ દિવસના ત્રીજા સત્રમાં રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર છવાયા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. ખરાબ પ્રકાશના કારણે પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે જાડેજા 50 અને અય્યર 75 રને રમતમાં હતા.

ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત

ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ

ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે

ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચીન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે

ટોપ સ્ટોરી

શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેનનું લિસ્ટ, જાણો કેટલા ભારતીય 
વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેનનું લિસ્ટ, જાણો કેટલા ભારતીય 
ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100: ક્રિકેટ ઇતિહાસમાં માત્ર બે જ દિગ્ગજોના નામે આ રેકોર્ડ
ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100: ક્રિકેટ ઇતિહાસમાં માત્ર બે જ દિગ્ગજોના નામે આ રેકોર્ડ
IND vs NZ: ઐતિહાસિક જીત બાદ શ્રેયસ ઐયરે જીતનો શ્રેય કોને આપ્યો? વાંચો મોટું નિવેદન
IND vs NZ: ઐતિહાસિક જીત બાદ શ્રેયસ ઐયરે જીતનો શ્રેય કોને આપ્યો? વાંચો મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
Embed widget