IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 402 રનમાં ઓલઆઉટ, 356 રનની મેળવી લીડ
IND vs NZ 1st Test Day 3 Score Live: ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે
LIVE
Background
IND vs NZ 1st Test Day 3 Score Live: મેટ હેનરી અને વિલિયમ ઓ'રૉર્કની ઘાતક બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર 46 રનમાં આઉટ કરી દીધી હતી. ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયા તરફથી પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા.
મેટ હેનરીની 5 વિકેટ અને વિલિયમ ઓ'રૂકની 4 વિકેટો સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણિય પડી ગયા હતા. ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતના 5 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી પણ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.
બીજા દાવમાં ભારતની મજબૂત શરૂઆત
Tea Interval on Day 3 of the Bengaluru Test! #TeamIndia move to 57/0.
— BCCI (@BCCI) October 18, 2024
Captain Rohit Sharma (27*) & Yashasvi Jaiswal (29*) will resume the proceedings in Final Session of the Day!
Scorecard ▶️ https://t.co/8qhNBrrtDF#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/F3G9RYZKka
IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડે ભારત સામે 356 રનની લીડ લીધી
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેણે ભારત સામે 356 રનની લીડ લીધી છે. ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ 157 બોલનો સામનો કરીને 134 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટીમે 91.3 ઓવરમાં ઓલઆઉટ થતાં 402 રન બનાવ્યા હતા.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.
IND vs NZ 1st Test Day 3 Score Live: રચિન રવિન્દ્રએ સદી ફટકારી
રચિન રવિન્દ્રએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સદી ફટકારી છે. રવિન્દ્ર 104 રન બનાવીને રમી રહ્યો છે. 125 બોલનો સામનો કરીને તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડે 80 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 335 રન બનાવ્યા છે. ટીમ પાસે 289 રનની લીડ છે.
IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડનો સ્કોર 300 રનને પાર
ન્યૂઝીલેન્ડનો સ્કોર 300 રનને પાર કરી ગયો છે. ટીમે 78 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડે 256 રનની લીડ મેળવી લીધી છે. ટિમ સાઉથી 23 રન બનાવીને રમી રહ્યો છે. રચિન રવિન્દ્ર 87 રન બનાવીને રમી રહ્યો છે.
IND vs NZ 1st Test Day 3 Score Live: ન્યૂઝીલેન્ડે 72 ઓવરમાં 269 રન બનાવ્યા
ન્યૂઝીલેન્ડે 72 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા છે. ટિમ સાઉથી 12 રન બનાવીને રમી રહ્યો છે. રચિન રવિન્દ્ર 66 રન બનાવીને ક્રિઝ પર છે. આ બંને વચ્ચે 36 રનની ભાગીદારી છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.