IND vs PAK: ભારત સામેની હારનું બાબરે કોના પર ફોડ્યુ ઠીકરું, ગુસ્સે ભરાયેલો કેપ્ટન શું બોલ્યો ?
Babar Azam Reaction: ટી20 વર્લ્ડકપ 2024ની 19મી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ખૂબ જ રોમાંચક રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 19 ઓવરમાં માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
![IND vs PAK: ભારત સામેની હારનું બાબરે કોના પર ફોડ્યુ ઠીકરું, ગુસ્સે ભરાયેલો કેપ્ટન શું બોલ્યો ? IND vs PAK Win Movement News ind vs pak t20 world cup 2024 pakistan captain babar azam reaction or statement after losing to indian cricket team IND vs PAK: ભારત સામેની હારનું બાબરે કોના પર ફોડ્યુ ઠીકરું, ગુસ્સે ભરાયેલો કેપ્ટન શું બોલ્યો ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/8658f364849a3e97b4aec1af662e49db171799349527877_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Babar Azam Reaction: ટી20 વર્લ્ડકપ 2024ની 19મી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ખૂબ જ રોમાંચક રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 19 ઓવરમાં માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવ બાદ ચાહકોએ આશા છોડી દીધી હતી કે ભારત મેચ જીતી શકે છે, પરંતુ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે 6 રનથી જીત મેળવી હતી. પાકિસ્તાન તરફથી ખૂબ જ નબળી બેટિંગ જોવા મળી હતી. ટીમનો કોઈપણ ખેલાડી આ નાના ટાર્ગેટને હાંસલ કરવા માટે ક્રિઝ પર ટકી શક્યો નહીં. ચાલો જાણીએ કે આ શરમજનક હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કોને જવાબદાર ગણાવ્યા, કોના માથે ફોડ્યૂ હારનું ઠીકરું.
મેચ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું, "અમે સારી બૉલિંગ કરી. બેટિંગમાં અમે એક પછી એક વિકેટ ગુમાવી અને ઘણા બધા ડૉટ બૉલ રમ્યા. આસાનીથી રમવાની રણનીતિ હતી, માત્ર સ્ટ્રાઇક રૉટેટ કરવી અને સમયાંતરે બાઉન્ડ્રી ફટકારવાની, પરંતુ તે દરમિયાન અમે ઘણાબધા ડૉટ બૉલ રમ્યા. નીચલ ક્રમના બેટ્સમેનો પાસેથી વધુ આશા નથી રાખી શકતા. અમારુ મગજ શરૂઆતી 6 ઓવરનો ઉપયોગ બેટિંગ કરવામાં હતો, પરંતુ એક વિકેટ પડી અને પહેલી 6 ઓવરમાં અમે આશા પ્રમાણે ના રમ્યા.
પાકિસ્તાનના કેપ્ટને વધુમાં કહ્યું, "પીચ સારી દેખાતી હતી. બોલ સારી રીતે આવી રહ્યો હતો. તે થોડી સ્લૉ હતી અને કેટલાક બોલમાં વધારાનો ઉછાળો જોવા મળતો હતો. છેલ્લી બે મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. અમે બેસીને અમારી ભૂલો વિશે ચર્ચા કરીશું, હવે અમે છેલ્લી બે મેચની રાહ જોઈ રહ્યાં છીએ.
119 રન બૉર્ડ પર લગાવીને 6 રનોથી જીત્યું ભારત
મેચમાં પાકિસ્તાને ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 19 ઓવરમાં માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલી ઘટના હતી જ્યારે પાકિસ્તાને ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાને ઓલઆઉટ કરી હતી. ત્યારબાદ પાકિસ્તાને ટાર્ગેટનો પીછો શરૂ કર્યો અને તેની શરૂઆત સારી થઈ અને એવું લાગી રહ્યું હતું કે બાબર આર્મી આસાનીથી મેચ જીતી જશે. પરંતુ જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ ટેબલ બદલાવા લાગ્યા અને અંતે ભારત 6 રનથી જીતી ગયું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)